________________
૧૩૭
જાળ તુટી ગઈ !
તમારી વાત સાચી છે. સંત પુરુષોના આશિર્વાદ એ નાની સૂની વાત નથી.. પણ આવું ત્યારે જ બને છે જ્યારે ભાગ્યમાં યોગ લબા હોય.” ભાગ્યવતી એ કહ્યું.
બા, આજ હું એવા જ રૂડા સમાચાર લઈને આવી છું.”
ભાગ્યવતી પ્રશ્નભરી નજરે જમના સામે જોઈ રહી.
જમનાએ કહ્યું : “ બા, આપણું ગામને પાદર એક મહાત્મા પધાર્યા છે..એને ટાઢ, તડકાની કાંઈ પડી નથી, એક લંગોટીને એક કમંડળ સિવાય કાઈ નથી. બસ ધુણી ધખાવી........આઠે પિોરે બેઠા બેઠા રામનું રટણ કર્યા કરે ને ગાંજાની ચલમનો સટ તે એવો લે છે કે મેઢામાંથી ધૂમાડે પણ નીકળે નંઈ ઠેઠ કલાસમાં ચાલ્યો જાય, આવા મહાત્મા પધાર્યા છે. ચાર છ દિવસ રહેવાના છે..એકવાર જે. એવા મહામાના આશિર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય...”
ભાગ્યવતી હસી પડી. જમને ચમકીને બોલી : “કેમ હસી પડયાં બા ?”
“જમનાબેન, એક તો હુ આવી વાતોમાં વિશ્વાસ રાખતી નથી. કારણ કે મહાત્મા પુરુષે સંસારની વૃદ્ધિમાં કઈ દી રસ ન લે. અને સંત પુરુષે ગાંજા-ચલમના ધૂમાડામાં મસ્ત પણ ન રહે. ઈ તો દારૂ જેવું એક વ્યસન જ છે. મહામા આવા વ્યસનની બેડીમાં બંધાયેલા હોય તે જ્ઞાન રૂપી પ્રકાશ કયાંથી પામી શકે ? તમારા જેવા ભેળા માણસે સંસારમાં ઘણા હોય છે. એ બિચારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org