________________
૧૧૬
ભાવડ શાહ
એકેય બનાવવી
ફરી માટે જતા હતા .
કદી પતિને વારવાનો પ્રયત્ન કરતી નહોતી. તે સમજતી હતી કે પુરુષે વાર્યા નથી વળતા હાર્યા જ વળે છે..અને જે પત્ની વારવા પ્રયત્ન કરે તો પુરુષના હૈયામાં સળગતી આગ વધારે જોરથી ભભૂકી ઊઠે છે.
આવો દુષ્ટ પ્રકૃત્તિનો રાજાનો સાળ શ્યામસિંહ છેલ્લા એક વર્ષથી ભાવડશેઠની પત્નીને જોઈ ગયો હતો અને એ રૂપવતી રમણીને કેવી રીતે પોતાની બનાવવી તેની રોજના ઘડી રહ્યો હતો. પરંતુ એકે ય ચેજના સાકાર બની શકતી નહોતી.
તે જાણતો હતો કે ભાવડશેઠ રોજ સવારે કાપડની ફેરી માટે ગામતરે જાય છે અને સાંજ પહેલાં પાછો ફરે છે. આટલા ગાળા પુરતી ભાગ્યવતી એકલી રહે છે પણ એની એકલતાનો લાભ લેવાની કઈ તક મળી શકતી નહતી. ભાવડશેઠનું ઘર વાણીયા વાડના ભરચકક લત્તામાં આવેલું હોવાથી ત્યાં જવું એ બરાબર નથી એમ શ્યામસિંહ સમજતો હતો. કોઈનેય શંકા આવે અને મહારાજાના કાને વાત જાય તે પરિણામ ઘણું જ ભયંકર આવે...વળતે જ દિવસે લંડ ને માથું જુદાં થઈ જાય. એ સિવાય ભાગ્યવતી અસુર સવાર ગામ બહાર પણ કયાંય નીકળતી નહોતી.. સવારસાંજ દહેરાસર જતી... આ સિવાય એને જોવાની પણ બીજી કોઈ તક મળી શકતી નહોતી. આમ એક વરસથી શ્યામસિંહ ભાગ્યવતીને પ્રાપ્ત કરવાનાં સ્વપ્ન સેવી રહ્યો હતો અને સ્વપ્નને સાકાર બનાવવાની કોઈ તક આજ સુધી તે મેળવી શક્યો નહોતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org