________________
રાજાને સાળે !
૧૧૫
પ્રકૃતિનો હતો પરંતુ તેની દુષ્ટતા માત્ર નગરનારીઓ પુરતી જ મર્યાદિત બની ગઈ હતી, કારણ કે તપનરાજ આ બાબતમાં ભારે કઠોર હતો અને બીજી મુશ્કેલી એ હતી કે કાપેલ્યપુરમાં એક પણ નગરનારી હતી નહિં. આ માટે શ્યામસિંહ પોતાના એક સાથી સાથે વલ્લભીપુર જતો અને બે ચાર દિવસ શરાબ અને વારષિતાને સંગ કરીને પાછો આવી જતા.
- કાંપિલ્યપુરમાં એક પણ પાનાગાર નહતું. જયાં જનતા જ મદિરાથી દૂર રહેવામાં ધર્મ સમજતી હોય ત્યાં પાનાગાર ટકી શકે કેવી રીતે ? આખી નગરીમાં ગણ્યા ગાંઠયા મદિરાભક્તો હતા અને તેઓ પોતાના ઘરમાં જ મદિરા રાખતા.
શ્યામસિંહ મદિરા અને માનુનીન પિયાસી હોવા છતાં તે બનેવીના ઘરનો ત્યાગ કરી શકતો નહોતે. કારણ કે અહીં તે તપનરાજને અંગરક્ષક હતો અને રાજભવનને કામદાર પણ હતા. બેનબનેવી પાસેથી પુરતા પૈસા મળી જતા હતા, અને રાજભવનની એક વડારણ સાથે મનમેળ થઈ ગયે હતો. તે રાજભવનમાં જ એક ખૂણામાં આવેલા ત્રણ એારડાવાળા મકાનમાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હતે. પત્ની પોતાના પતિની આદત ન જાણતી હોય એવું કદી બનતું નથી... પરંતુ આદર્શ સ્ત્રીઓ પિતાના મનની વેદના કેાઈને કહેતી નથી. કડવા ઘૂંટડા હસતાં હસતાં પી જવામાં જ તે પિતાનું કર્તવ્ય માનતી હોય છે. શ્યામસિંહની પત્ની પતિનાં દુષણથી વાકેફ હેવા છતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org