________________
૧૧૧
મિત્રનાં લગ્ન !
ના...ના...ના.દુઃખનું તે મને ભાન જ થતું નથી. આવી પરિસ્થિતિ વચ્ચે પણ આપને મારા પ્રત્યેનો એવોને એ પ્રેમ જોઈને મારું હૈયું હર્ષથી છલકાઈ ગયું હતું..આપ આટ આટલાં ગામતરાં કરે છે...આપના પગના ગોટલા કઠણ પત્થર જેવા બની ગયા છે, છતાં આપ મારી જ ચિંતા કરતા હોય છે મારા પ્રત્યેને આપને આ પ્રેમ...”
વચ્ચે જ ભાવડે પત્નીના સુકોમળ વદન પર હાથ ફેરવતાં કહ્યું : ભાગુ, હું પુરુષ છું. તું મારી પ્રેરણા છે. મારી શક્તિ છે જે હું તારી કાળજી ન રાખુ ને કદાચ તારુ આરોગ્ય કથળે તે મારી હિંમત કયાં સુધી ટકી શકે ? અને હું ખરેખર કહું છું કે બહારની કઈ સંપત્તિ આવે કે જાય એની મને કઈ ફિકર નથી..એતો ચંચળ અને અસ્થિર જ છે. પણ આપણા અંતરમાં છુપાયેલી સંપત્તિ બરાબર જળવાઈ રહેવી જોઈએ.”
“તમે મને બહુ મહત્વ...”
પગલી, પતિ પિતાની પત્નીને મહત્વ ન આપે તે કોને આપે? તું મને કેટલું મહત્વ આપે છે? મારી કેટલી ચિંતા કરે છે? હું ગામતરેથી પાછો ન આવું ત્યાં સુધી તારા મનમાં શું શું થતું હોય છે એ હું બરાબર અનુભવું છું..જે હું તને મહત્વ ન આપું તો મારી કિંમત પણ શું ? ભાગુ, નરનારના સહજીવનમાં સુમેળ તો રહે જ જોઈએ. જે સંસારમાં પતિ પત્ની વચ્ચે વાતવાતમાં ચકમક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org