________________
૧૦૮
ભાવડ શાહ મારવાને બદલે દરદીને મારી નાખે છે. એકવાર હું વછેરી તપાસી લઉં.”
બધા ઉઠીને ઘેડાહારમાં ગયા, ગંગદાસે વછેરીને મહા પ્રયને તપાસી. ત્યાર પછી બહાર આવીને કહ્યું :
શેઠજી મારા મનમાં જરાય ફેર નથી. વછેરી એબ વગરની છે, જાતવાન છે ને હજાર ઘડામાં આવું રૂપ એકાદને જ હોય છે. તલકચંદ શેઠ, તમારે ખરીદવી હોય તો કઈ જાતને સંશય રાખશે નહિં. આતો શેઠજીની વછેરી કિંમતી છે નહિંતે દસમુદ્રા આપીને ખરીદી લેત.”
તલકચંદે કશે ઉત્તર ન વા . તેના હૈયામાં ભાવડ શેઠની વાત વસી ચૂકી હતી.
સહ ભેજન કરીને નિવૃત્ત થયા. રાતે પણ આની આ ચર્ચા શરૂ થઈ. અને સવારે તલકચંદ વછેરી લીધા વગર શેઠનો આભાર માનીને વિદાય થ.
ગંગદાસે શેઠને કહ્યું, “વીસ મુદ્રા આપવા જેટલી મારી શક્તિ નથી. પણ દસમુદ્રામાં કોઈને આપે તે મને જ આપજે...”
શ્રપતને પણ ભાવડની અશ્વવિદ્યા પ્રત્યે માન હતું...
તે પણ મનમાં સંશય ગ્રસ્ત બની ગયો હતો. તેણે તરત ગંગદાસને કહ્યું: “ગંગદાસ તુ તો મારે જુનો સંબંધી છે...તારે જ્યારે જોઈએ ત્યારે દસમુદ્ર આપીને વછેરી લઈ જજે..તને બમણા ત્રમણ થાશે તે મને પણ આનંદ થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org