________________
મિત્રનાં લગ્ન !
૧૦૩
“આપનું શુભ નામ?” “તલકચંદ....”
તે એમ કરો......શ્રીપતશેઠની વછેરી અહી લઈ આવો. આપે વીસ મુદ્રા આપવાનું નક્કી કર્યું છે એટલે વછેરી ઉત્તમ હશે...”
આંખમાં રમી જાય એવી છે.....પણ શ્રીપત શેઠ વછેરીને અહી સુધી મેકલશે નહિ.”
તે મારાથી એટલે દૂર આવી શકાય એવા સંગે નથી. શ્રીપત શેઠને મારું નામ આપશે તે તેઓ ઈન્કાર નહિં કરે.”
તલકચંદને પણ થયું કે આ રીતે કોઈને એટલે સુધી ધક્કો ખવરાવ તે બરાબર નથી. આમ તે એકથી બે મુદ્રામાં વછેરીએ મળી શકે.....આ વીશ મુદ્રાની વાત છે એટલે ખાત્રી કરાવવી જોઈએ.
ભાગ્યવતી જળપાનનાં પાત્રો મૂકી ગઈ.
જળપાન કરીને તલકચંદે ઊભા થતાં કહ્યું : “શ્રીપત શેઠ માની જશે તે આવતી કાલે હું આવી જઈશ.”
જે આવે તો મધ્યાન્હ પછી આવજે.અથવા વચ્ચે ટીંબડી નામનું ગામ આવે છે...ત્યાં હું મધ્યાન્ડ સુધી રોકાઈશ.”
“ટીંબડી...?”
હા, આવતી કાલે ધંધાથે મારે ત્યાં જવું પડે તેમ છે.”
તે તો બહુ સારૂં..” કહી તલકચંદે વિદાય લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org