________________
બાંદીને આવવાની મનાઈ હોવાથી એને ફાવે તે વાઘ લઈ ગઝલ, રૂબાઈચોપાઈ, કઆ કે કસીધા ધીરે ધીરે સ્વરે ગાતી.
આકાશને અને અંધકારને ઉજાળતી આતશબાજી પૂરભપકામાં હતી. ઉત્તરને મીઠે વાયુ ચુનારગઢના ગુલશનમાં મુશ્કેહીનાને પમરાટ ને ગુલાબ તથા નારંગીની ખુશબે લાવતો હતો. આ ખુશબોનું ઘેન બંનેને ધીરે ધીરે વ્યાપી રહ્યું હતું.
ડી વારે મલિકાએ સુંદર સરોદવાદન કરી રહેલી બદીને ઇશારે કર્યો. તરત જ મોટા રત્નજડિત થાળમાં સેનાના બે પ્યાલા લઈને એ હાજર થઈ. ઠઠ્ઠા ને જેનપુરના અનારનાં મીઠાં શરબતોથી છલે છલ ભરેલા એ પ્યાલા હતા. મલિકાએ પોતાના નાજુક હાથે એક પ્યાલો શેરશાહ સમક્ષ ધર્યો.
શેરશાહે યા લેવા હાથ ન લંબાવ્યો. એ કેવળ નજાકતની પૂતળી બનેલી મલિકાના ખૂબસૂરત ચહેરા સામે મીટ માંડીને બેસી રહ્યો. ખંજરની ધાર જેવાં બંનેનાં નયને એકબીજાને ભેટી રહ્યાં, ને છલકાતા ફુવારા જેવા બનેલા લાલઘૂમ એક મીઠી રીતે મરકી રહ્યા.
મલિકા, અજબ મંઝવણ થાય છે. દિલ વારે વારે કહે છે, શેરખાં કોને ચૂમીશ? સુવર્ણના મીઠા જામ ને કે આબેયાત જેવા મીઠી માશુકાના લબને. એ ભોળા સિપાહી, શરબતના પ્યાલાને પીશ કે શરબતી આંખોના નૂરને !”
ચુનારગઢની મલિકા ધીરેથી હસી પડી. ગુલાબના ફૂલ જેવા એના ગાલ જાણે સેળે કળાએ ખીલી ઊઠડ્યા. એણે શેરશાહના હોઠને પ્યાલો અડાડતાં કહ્યું :
* લબ-એઝ. ૮૨ : શેરખાંનું શાહનામું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org