________________
શેરખાંનુ શાહનામું
આજ શાદીની સુંદર રાત હતી. ચુનારગઢને પથ્થરેપથ્થર દીપકાના તેજથી ઝળાંહળાં થઈ રહ્યો હતા. એને પુરજેપુરજ તેાપેાના પ્રચંડ નાદથી ગાજી રહ્યો હતા. જગેમ શેરખાં અને પરીસૂરત મલિકાની આજ શાદી રચાતી હતી. શાદીની એ દિલખુશ રાત હતી.
→
અને ફક્ત શાદીની રાત હતી એટલું જ નહતું, પણ ચુનારગઢના સિંહાસને શેરખાંની વરણી થઈ હતી; અને માત્ર આટલું જ કારણ પણ નહતું. શેરખાંએ એ સિહાસને ચઢી પેાતાને બિહારને શાહુ પણ જાહેર કર્યાં હતા.
એક નહિ પણ ત્રણ ત્રણ ખુશીના સમાચારે પ્રજાને સાંપડ્યા હતા.
Jain Education International
એટલે જ આજે સહુની હસીખુશીને સીમા નહોતી. ઊંચે ઊંચે આસમાનમાં સિતારાઓ ગાઈ રહ્યા હતા, ને વેગભર્યાં વહ્યો આવતા પહાડી પવન બંસી બજાવતા હતા. ચુનારગઢની મેાટી મસ્જિદમાં અને બિહારની મુખ્ય મસ્જિદમાં શેરશાહના નામના ખુતબા પઢવામાં આવતા હતા. ચાંદી અને સાનાનાં શમાદાનામાં ત્ર
८०
For Private & Personal Use Only
www.jainelibrary.org