________________
હવા સૂંઢ નીચી નમાવી શેરખાંના શરીરની આસપાસ વીંટળી રહ્યો હતા. વનના આ પ્રાણીને પણ જાણે કૈાઈ મમતા સ્પર્શી રહી હતી. એની મેાટા દેહમાંની નાનીશી આંખા હ્રની રાશની પ્રગટ કરતી હતી. શેરખાં એને વધુ ને વધુ હેત કરી રહ્યો.
મહારાજ, આપને જલદી ચુનારગઢ પહેાંચાડવા એવે... હુકમ છે,' માવતે જરા ઊંચા અવાજે કહ્યું.
• બહુ સારુ, જે હુકમ ! અમે તૈયાર છીએ.'
"
જોતજોતામાં આ મહાન પ્રાણી પેાતાની વિશાળ પીઠ પર આશમાશૂકના જોડલાને લઈ પથે પડ્યું. માવત કસાયેલા, ભરેાસાપાત્ર ને ઢાશિયાર આદમી હતેા. અને એથી પણ વધુ કસાયેલે તે ભરાસાદાર હતા ગજરાજ હવા.
ભાગ માં આવતાં ઝાડપાનના ખુરદે કરતા હાથી હવા આડેરસ્તે જંગલમાં ઊતરી ગયે।. એ તીરની ગતિથી સરકતા હતા. એની ચકાર આંખ ખાડા ટેકરા ને ઝાડપાનને વીંધતી જતી હતી. વચમાં એ ઝીણી ચીસ નાખતા વાતાવરણને ભેદી દેતા. વાંસનાં સુંદર વૃક્ષા બાજુ પર જ હતાં, ને કુમળાં પત્તાંને તેા પાર નહાતા; પણ હવાને આજે એક જ હુકમ મળેલા હતા—જલદી ચુનારગઢ પહોંચવુ.
ખવાસખાનને પણુ એક જ હુકમ મળ્યા હતા, કે જલદી ચુનારગઢ પહોંચવુ
ખુશરાજને લઈ ને આવતા ગુલામને પણ જલદી ગઢ ભેળા થવુ હતુ.
સહુના વેગની દિશા આજે ચુનારગઢ હતી.
કેટલાએક કલાકો બાદ ચુનારગઢની ઊંચી મસ્જિદના મિનારાએ દેખાયા. મલિકાની અનારકલી જેવી દંતપંક્તિ હાસ્યમાં સ્ફુરી રહી. શેરખાંએ આસમાનના પડદા સામે આભારભરી નજરે જોયું. એની નજર એ ગેબના પડદા પાછળ રહેલ કાઈ શક્તિને વંદન કરી રહી.
૭૮ : ષડયંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org