________________
વી ટેલા સાળમાંથી નીર નીચવી રહી હતી. એનાં ઈજાર ને કુરતું ભીના થઈને એની ભરી ભરી દેહને ચોંટી ગયાં હતાં. રમણીય ગાત્રે ખૂની સૌંદર્ય સરછ બેઠાં હતાં.
હેમરાજ એકલે ને સામે કેટલા બધા?” મા “કાણ? જે બનિયાની તમે વાત કરતા એ જ આ હેમરાજા તેબા, ગજબને આદમી ! અજબ જવાંમર્દ ! મારા દિલદાર ! એની સલાહ કેમ ઉથાપાય ? યાદ છે, એણે શું કહ્યું હતું ? બાદશાહ બનનાર આ નામર્દ ન હોય. પોતાનાં મારાંની ખાખ પર જ પાદશાહત રચાય. ચાલે, એકના મયે કામ સરતું હોય તો એના મરવાથી શો લાભ?' સુંદરીએ બેપરવાઈથી કહ્યું.
કેણ, હેમરાજ મરે ? અને સુંદરી, પછી આ શેરખાં જીવે ?” “અવશ્ય. હેમરાજની ઈરછલી બાદશાહી સરજવા એ જરૂર છે.”
બંને જણ ધીરે વાદવિવાદ કરી રહ્યાં, ત્યાં કાંઠાના ઉપર વાસની ઝાડીમાં કંઈક સંચાર થયે. એક ગજરાજ સૂડથી સુસવાટા મારી રહ્યો હતો.
મલિકા, જે પેલો રહ્યો અમારો હવા.”
શેરખાં દેડીને એની પાસે પહોંચી ગયે, સામે કિનારેથી ન જોઈ શકાય તેમ ઝાડીમાં એ છુપાયેલો હતો. પાસેની વડવાઈ પર એને માવત બેઠો હતો. એ કૂદીને હાથી પર આવ્યો. શેરખાને જોતાંની સાથે હવાએ હર્ષની કિકિયારી નાખી.
હવા બેટા !' પ્રેમાળ શેરખાં એક વાર મમતાના સાગરમાં ભાન ભૂલી વહેવા લાગ્યું. “મલિકા, આમ આવ. આ અમારો દોસ્ત. અમારા રઝળપાટનો સાથી! લંકોથી એને લાવ્યા ત્યારે કેવો નાનો હતે ! અમે એને વાંસનાં કુમળાં પાન ખવડાવતા. અમને એ ઊંચી ઊંચી નાળિયેરી પરથી ફળ તોડીને મીઠાં અમૃત પાતો. હેમરાજનો લાડકવાયો છે.'
ષડયંત્ર : ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org