________________
કાનાથી ચઢે, એવા ઉગ્ર વાદ સરજાતા; ને સાહસકર્મ પાછળ બંને ઘેલા રહેતા. - કવિતા જેવું એમનું જીવન હતું, એટલે બંને કવિતારસિયા હતા. એક હતો શેખ સાદી ને ફિરદોસીને આશક, બીજો હતા કાલિદાસ, ભવભૂતિ ને હેમચંદ્રને ઉપાસક. આકાશમાં કેવળ તારલિયા ઝબૂકતા ને જંગલમાં એકલા આગિયા ચમકતા, ત્યારે પુપોની સુગંધથી મસ્ત બનેલા આ બે કિશોરો રેલાતી ચાંદનીમાં પંખીની જેમ કલરવ કરી રહેતા.
એક ફિરદોસી ની શાયરી છેડતો, ગુલાબ, નરગીસ ને બુલ-. બુલને બિરદાવતે.
- બીજો કાલિદાસની કાવ્ય રજૂ કરતો. કમળ, પદ્મ ને કોકિલાનો ગુંજારવ કરતો. એક લયલા-મજનને યાદ કરતો, બીજો વિશ્વામિત્ર–મેનકાને સંભારતો.
એક ઉદારભાવે કહેતોઃ સાદી યા! ગ૨ વસ્લ ખ્યાહી
સુહ કુન બા ખાસ એ આમ બા મુસલમાં અલ્લાહ,
બા હનદાં રામરામ 1 બીજે એવા જ પડઘા પાડતો કહેતો :
भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥२ ૧. શેખ સાદી કહે છે કે, હે ભાઈ, જે તારે નાના-મોટા બધા સાથે પ્રેમ રાખવો હોય તો મુસલમાનને અલ્લાહ અલ્લાહ કહે ને હિંદુને રામરામ કહે.
૨. શ્રી. હેમચંદ્રાચાર્ય કહે છે કે, જેણે ભવાટવિમાં ભટકવાનાં નિમિત્તરૂપ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મેહ આદિ તજ્યાં હોય તેને નમસ્કાર કર, પછી ભલે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોથ કે જિન હોય. ૨૪ : જિન ને દીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org