________________
મારી ઈચ્છા પૂરી કરી. મેં વીર કર્મશાહને તેની શાસનભક્તિ માટે અનેકશઃ ધન્યવાદ આપ્યા.”
મહારાજ, સુંદર એવી શાસનપ્રભાવના ! વંદન છે આપને ! ધન્ય છે કર્માશાહને !”
એમ ધન્યવાદ આપે નહીં ચાલે, હેમરાજ! સાબદા થાઓ. હું તો બીજા કર્મશાહ મેળવવા આશાભર્યો દિહી આવ્યો છું.'
બીજે કર્ભાશાહ દિલ્હીની બજારોમાં નહીં મળે. મહારાજ! દિલ્હી તો અજબ છે.'
કહ્યું, હેમરાજજી? દિલ્હીની બજારમાં મને કશાહ નહીં મળે ? મેં આજીવન તપ કર્યું છે. પવિત્રતાને મેં સદા સંગિની લેખી છે. જ્ઞાનોપાસના મારું નિત્ય કર્તવ્ય છે. આ બધાંને પરિબળે હું તે આજ દિલ્હીના બજારોમાં બીજે કર્માશાહ તો શું, બીજે વિક્રમાદિત્ય ફરતો નિહાળી રહ્યો છું.”
મહારાજ, આપ કવિ છો. કવિને કલ્પનાચક્ષુ હાય ! એ તો મૃગજળમાં મહાસાગર પેખે, ચંદ્રમામાં ચાર્વેદના વિલોકે, આકાશમાં આકાશગ ગા આલેખી અપ્સરાઓને ક્રીડા કરતી કલ્પે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”
“હેમરાજ, સામર્થ્ય વિના હું શબ્દો કાઢતો નથી. મારી આશા અવંધ્ય છે. એ આશાની ઈમારતને જમીનદોસ્ત કરશે મા ! ઝવેરી છે, તો ઝવેરાતની પરીક્ષા કરતાં શીખે. શા માટે તમે રાજકાજમાં ભાગ ન લઈ શકો ? હું કવિ નથી. કવિ હોત તો ક્યારનો ઠેકાણે પડી ગયો હતો. પરિસ્થિતિની પારાશીશીને પેખનાર છું, તમે શા માટે વિક્રમાદિત્ય ન બની શકે ?”
હું વિક્રમાદિત્ય બની શકું?” રાજા નાનુદેવજીના વંશજનેસિંહના બચ્ચાને–શું સિંહ બના
જતિજીએ કહેલી રાજકથા : ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org