________________
સુલતાન મુઝફરશાહની ગાદીએ આવ્યો. બહાદુરશાહ નામ ધારણ કરી એણે શાહી દરબાર ભર્યો, ને શાહી ફરમાન જાહેર કર્યા*
“એક શાહી ફરમાન છૂટયું-પોતાના પ્યારા મિત્ર કર્મશાહને માનપાન સાથે અમદાવાદ તેડી લાવવા. સેનાની પાલખી ને અરબી તોખારે રવાના થયાં. ચિતોડ પહોંચી કર્મશાહને શાહી સન્માનથી તેડી લાવ્યા. ગુજરાતનો બાદશાહ દેડીને એ જૈન વીરને ભેટી પડવો, ને આખી સભાના દેખતાં પેલી જૂની કહેવત કહીઃ “એક શાહ વાણિયો ને બીજે શાહ બાદશાહ' ઉપરાંત વ્યાજ સાથે લાખ રૂપિયા પાછા આપ્યા ને ઉપરથી કહ્યું : “કમાંશાહ, કંઈ માગે !”
શું માગું? તમારી કૃપાથી મારે કઈ વાતની કમીના નથી.”
“શેઠ, કંઈ પણ માગો ! પ્યારા શાહ, આ બંદે તાબે– જિંદગી તમારે અહેસાનમંદ છે.”
શું માગું, મારા સુલતાન ?” કર્ભાશાહ વિચારમાં પડી ગગ્રા. અચાનક એમને યાદ આવ્યું પોતાનું પવિત્ર તીર્થ શત્રુંજય! વીર સમરશાહે સ્થાપેલ જિનપ્રતિમાનું મસ્તક કાઈક ખંડિત કરેલ. હેમરાજજી, મારે પ્રયન સફળ થયા. શાસનદેવે મારી પુકાર સાંભળી. શ્રેઝી કમશાહે સુલતાનને કહ્યું :
તીર્થાધિરાજ શત્રુંજય પર હું મારી કુલદેવીની મહત્સવપૂર્વક સ્થાપના કરવા ઈચ્છું છું. તેમ કરવા આજ્ઞા કરે અને બંદોબસ્ત આપો.”
સુલતાન બહાદુરશાહે તરત વઝીરેઆઝમને તેડાવ્યા. મુનશી પાસે ફરમાન લખાવવા હુકમ કર્યો ને તરત શાહી મહેર–સિક્કા તેના પર મારવામાં આવ્યા. રૂક્કો તૈયાર કરી, એને કિનખાબની થેલીમાં મૂકી સુલતાને સ્વહસ્તે કમશાહને આપે. બસ, શાસનદેવે
મક ઈ. સ. ૧૫૨૬.
* વિ. સ. ૧૫૩૯ લગભગ પહેલા દુષ્કાળ વખતે આખી પ્રજાનું પાલન કરનાર જૈન શેઠ એમા હડાળિયાને મહમૂદ બેગડાએ આ બિરુદથી નવાયા હતા. ૪૬ : જતિજીએ કહેલી રાજકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org