________________
મુસલમાને? ના, જતિજી ઇતિહાસના જ્ઞાતા હતા. ધર્મ-ધર્મ વચ્ચેની જેહાદ તે મહાવીરના કાળથી ચાલી આવતી હતી. મજહબી જેશમાં પાગલ બનેલા, પછી તે બૌદ્ધ હોય, જેન હોય, શૈવ હોય, મહાભાગવત હોય કે વૈષ્ણવ હોય, શક હય, દૂણુ હોય કે મુસલમાન હેય; એકબીજાએ એકબીજાનાં ધર્મનાં પ્રતીકને ઉખેડી નાખવાના પ્રયાસ ક્યાં હતા.
પણ જતિજીને એ માટે વ્યથા નહોતી.
પિતાનું ઘર પાકું હોય તે પરધમ ઓ ને પરદેશીઓ બિચારા શું કરી શકવાના હતા? આર્યાવર્તના સમુદ્રમાં મોતી, પર્વતોમાં માણેક, વૃક્ષમાં સુવાસિત અગર અને પૃથ્વીમાં સેનું અભરે છલકાતું હતું. જલમાર્ગે ને સ્થળમાર્ગે અબજોને વ્યાપાર ખેડાતો હતો. ધર્મપ્રાણ ભારતની ત્રણ તરફ સમુદ્રનાં જળ ને એક તરફ નગાધિરાજ અનંત કાળથી ચેકીદાર બનીને પડયા હતા. આંધીની જેમ આવનાર ને બગલાની જેમ ચાલ્યો જનાર સિકંદર કે તેને સેનાપતિ સેલ્યુકસ હિંદમાંથી શું ખાટી ગયા? સમુદ્ર ફીણ જેવા શક કે દૂણે આર્યાવર્તને શું અધૂરું બનાવ્યું ? તેઓ કહેતા હતા કે શત્રુ સદાકાળ છે, એથી અમો સચિંત ને સાવધ રહીએ.
મેદાન તો જાગતું સારું. ઘર સલામત તો શત્રુની કોઈ ચિંતા નહિ. પણ આજે ઘરમાં જ ગાબડું પડ્યું હતું. એક શાસનના સેવકોમાં જ ગૃહકલેશ ભભૂકી ઉઠ્યો હતો. પરધર્મીઓ તીર્થોને નિષેધ કરે તે સહ્ય હતું, પ્રતિમાઓનું અપમાન કરે તે સ્વાભાવિક * जीवन्तु मे शत्रुगणाः सदैब, येषां प्रसादेन विचक्षणोऽहम् । यदा यदा मां भजते प्रमादस्तदा तदा ते प्रतिबोधयन्ति ॥ . મારા શત્રુઓ સદા જીવતા રહે, જેમની કૃપાથી હું વિચક્ષણ છું. જ્યારે જ્યારે હું પ્રમાદ કરું છું ત્યારે ત્યારે તેઓ મને જાગ્રત કરે છે. -
જતિજી : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org