________________
તપનું તેજ તેમના ચહેરા પર ઊગતા ચંદ્રની આભાથી પ્રસરેલું હતું. એમનું ખુલ્લું મસ્તક કોઈ ઉત્તુંગ ગિરિશિખરની ભવ્યતાની યાદ આપતું.
જૈન સંઘના એ માનનીય હતા. “એક વાણિયે ને બીજે શાહ બાદશાહ” જેવા દાનવીરો એમના શબ્દ પાછળ અનર્ગળ સુવર્ણ ખર્ચવા તૈયાર હતા. સોનાને મેરુ રચવો એમના માટે દુષ્કર નહોતો, કારણ કે સુવર્ણના સંગના એ ત્યાગી હતા. અણિમા, ગરિમા, મહિમા, લધિમાં સિદ્ધિઓના એ સાધક કહેવાતા. કાવ્યકલાપ કરવામાં કુશળ હતા. લક્ષણશાસ્ત્રના એ પારંગત હતા. તર્ક, વિતર્ક ને વાદતવમાં એ વિચક્ષણ હતા. અક્ષરશાસ્ત્ર ને આરોગ્યશાસ્ત્રના એ અધિષ્ઠાતા હતા. જ્યોતિષના એ જાણકાર હતા.
આવા આ મહાન જતિજી છેલ્લાં કેટલાંક વર્ષોથી સંતપ્ત હતા. એમના હૈયે ચેન નહોતું. એમના મનને આરામ નહોતો. એમના મસ્તિષ્કમાં શાંતિ નહતી.
કારણ?
કારણ એક જ કે જે પોતાના પ્યારા જૈન શાસન પાછળ તેમણે જીવન અર્પણ કર્યું હતું, તે જૈનશાસન આજે ભયમાં હતું. પિતાના આત્મારામ તીર્થકરોની પૂજનીય પ્રતિમાઓ અત્યારે જોખમમાં હતી. ભવોભવ તરવાના નાવરૂપ પવિત્ર તીર્થો પર વિનાશનો દૈત્ય ડોળા ફાડીને જોઈ રહ્યો હતો. દેવવિમાન જેવા સૈારાષ્ટ્રમાં આવેલ શત્રુંજય પર, જીર્ણ દુર્ગના ગિરનાર પર, આબુ-તારંગા પર, સમેતશિખર ને બીજાં પ્રિય તીર્થો પર ભયંકર વાવંટોળ ચઢી આવતા દેખાતા હતા. મહાવીર પ્રભુની પ્યારી સાધુસંસ્થાને, તીર્થ માળને ભરખી જનારાં તો સજીવન થતાં હતાં.
કોણ હતાં એ અપ્રિય તો! ઇરલામીઓ, અમૂર્તિપૂજક ૨૪ : જતિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org