________________
કેટલાય હજાર વીર રજપૂતો ને મેવાતીઓ, એક હજાર હાથી, પંદર કિલ્લા તોડનારી તોપો, પાંચસો ઘોડેસવારો ને ઊંટ અત્યારે મારી પાસે તૈયાર છે, હુકમ આપો એટલી વાર.”
‘શાદીખાન, હિન્દુઓ કહે છે કે શુભસ્ય શીઘ્રમ્ ! સારું કામ જલદી કરવું. આજથી જ આપણું મુરાદ જાહેર કરી દે. શત્રુઓ પણ સાવધ થઈ જાય.”
રણશીંગાઓ જોરજોરથી દૂકાયાં. આગ્રાનાં દુકાળિયઓ સેનાની પાછળ વલખાં મારવા લાગ્યાં. માતા પોતાના બાળકને ખાય એવો ભૂખમરો પ્રવર્તતો હતો. મરેલાં ઢોર ને પક્ષીઓ પર માણસો ગીધડાંની જેમ ઊલટતાં હતાં.
અરેરે ! યુદ્ધોનાં આ પાપ ! અછતના અન્નને દાણો કીડિયારાં જેવાં લશ્કરો ભરખી જતાં હોય, ત્યાં લોકો બિચારા શું પામે ?” હેમરાજજીનું ક્ષત્રિય દિલ ઘડીવાર શ્રાવકનું દિલ બની ગયું. આ લડાઈએ નહીં અટકે? મોટો સાપ નાના સાપને ગળે, મોટું માછલું નાના માછલાને ગળે ? શું સંસારમાં પણ એ જ ન્યાય ચાલ્યા કરવાનો? હિંસા જ મોટી શક્તિ, વિનાશ મોટો વિજ્ય ને સંહાર મોટું ક્ષત્રિયત્નઃ આ ભ્રમણુઓ ક્યારે દૂર થશે ? યુગરાજ !” હેમુજીએ વિચાર કરતાં એકદમ બૂમ મારી.
જી પિતાજી!”
અમે તો દિલ્હી જઈશું. તું આગ્રાને કિલ્લે જાળવજે ને આ દુકાળિયાંને કંઈ ઉપાય બની શકે તો કરજે. આપણું પાપનો પહાડ એ રીતે કંઈ હળવો થાય તો કરવા જેવો છે. થોડાંઘણું નદીનવાણું કરાવજે, બાંધકામ કાજે, જોઈએ એમને શાહી ચાકરી આપજે. મરતા જીવ બચી શકે તે બચાવવા જેવા છે.”
આગ્રાના કિલ્લામાં વિજેતા બનીને પ્રવેશ કરતા શ્રાવક નરે આવી
૩૪૮ : આગ્રા-દિલ્હી ઝડપાયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org