________________
ખુવાર થયા. ઈશ્વર એના મહાન આત્માને શાન્તિ બક્ષો ! હેમરાજજી કંઈક શાંત બન્યા હતા. આકાશના ભૂરા લાલ રંગ પાછળથી જાણે પ્રિય મિત્ર શેરશાહ, શૂરવીર સલીમશાહ, બાદશાહ હુમાયુ, કંઈ કેટલા તરી આવતા હતા. મહત્વાકાંક્ષી ગરુડરાજ જેવા એ બધા આજે ન જાણે ક્યાં ને ક્યાં ચાલ્યા ગયા હતા. અલખને એ પડદે ! અગમ્યતાની એ ભૂમિ !ન યુદ્ધ, ન સિંહાસન, ન છૂરી કટારી! શાન્તમ શાન્તમ્ ! આકાશ સામે દૃષ્ટિ મંડાયેલી હતી, ત્યાં અચાનક આકાશમાં ડમરી ચઢતી જોઈ.
કાસદ, તપાસ કરે. કોઈ સેના આવતી લાગે છે !'
તીરના વેગે ગયેલ કાસદ વીજળીવેગે પાછો આવ્યો : “મહારાજ, આગ્રાનો સિકંદરખાં સેના લઈને જાય છે.”
તો શાદીખાન ક્યાં ? આગ્રા હજી જિતાયું નથી ?” ને હેમરાજજીએ “હવા ને વેગ વધાર્યો. જેરથી રણશીંગુ ફૂંકાયું. શકટયૂહથી સેના આગળ વધી. સિકંદરખાં નિરાંતે આગળ વધતો હતો, અચાનક કાળભૈરવ જેવો હેમુ દેખાયો. એ છટકી જવા માગત હતો, પણ બૃહના સાણસામાં સપડાઈ ચૂક્યો હતો. છટકવાની બારી રહી નહોતી. પાછળ જમુના નદી પ્રચંડ પૂર ઉછાળતી ગળી જવા તૈયાર જ હતી. આગળ સાક્ષાત્ મૃત્યુદેવ બનીને આવેલ હેમુ હતો.
તો ચાઇ રૂતતરી આંખના પલકારામાં હેમુજીનું પ્રચંડ લશ્કર તૂટી પડયું. સિંકદરખાંએ આ વાઘના મેમાં જવા કરતાં નદીના મુખમાં જવું શ્રેયસ્કર માન્યું. નદીના પાણીમાં પડેલાઓ માટે બબ્બે ને ચચ્ચાર શેરના પથ્થરો લઈને ઊભેલા સૈનિકોની ગોફણે વછૂટવા લાગી. પાણીની સપાટી પર કોઈએ માથું ઊંચકર્યું કે પથ્થરનો જીવલેણ ગોળે ખેપરીનાં કાચાં ઉડાડતો આવ્યો જ છે. બીજાનું જે થયું તે ખરું. સિંકદરખાં ઉઝબેગ જીવ લઈને નાઠો. અનાથ બનેલી સેનાએ હથિયાર હેઠા મૂકથા.
આગ્રા-દિલી ઝડપાયાં : ૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org