________________
દિલ ધ્રુજાવનારી બૂમોમાંથી દરવાજાનો કિચૂડાટ કાને પડતો હતો. કટોકટીની ક્ષણ આવી પહોંચી હેમરાજજીએ હેદ્દામાંથી બે નાગી તલવારો જમીન પર ફેંકી. ક્ષણની અંદર હવાએ તે ઉપાડી લીધી ને સૂંઢમાં પકડી ઘુમાવવા માંડી. જે વચ્ચે આવ્યું તે સાફ ! બીજા હાથીએ અર્ધચંદ્રકાર ભૂહમાં આગળ વધતા હતા ને સત્યાનાશ વાળતા જતા હતા.
ધાણી ફૂટે એમ બંદૂકો ફૂટતી હતી. મહમદશાહ હેમુછને તાકીને જ બંદૂક ચલાવતા હતા. હેમુજી પણ યંત્રની ઝડપથી ગોળીબાર કરી રહ્યા હતા.
આખરે હવાએ માર્ગ કર્યો. “ શાબાશ બેટા!” હેમુજીએ ભયંકર પડકાર કર્યો. “જરા આગે. ઔર આગે ! શાબાશ બેટા !” ને હેમુજીએ પિતાની પ્રચંડ બંદૂકમાં ગોળી ધરબી; બંગાળના સુલતાનનું નિશાન લીધું.
એક-બે...
દરવાજે મૂળથી ઉખડેલા વૃક્ષની જેમ ડોલતો હતો, ત્યાં તે ત્રીજી ગોળીએ કામ ખલાસ કર્યું. મહમદશાહ સરના કપાળને ભેદી એ આરપાર નીકળી ગઈ. સુલતાન જમીન પર પડ્યો. સાથે એનું લશ્કર નાસવા માંડયું. અલ્લાહ અકબર ને હેમુછના જયજય નાદથી સમરાંગણ ગાજી ઊઠયું.
બે ક્ષણ બાદ હેમુજી વિજયી બનીને ખડા હતા. બંગાળના સુલતાનનું શબ કીમતી દુશાલાથી ઢંકાયેલું ચુનારગઢના દરવાજામાં લેહતરબોળ પડયું હતું.
આખી સેના મહારથી હેમુછના જયજયકાર બોલાવી રહી હતી, આદિલશાહ એક ખૂણામાં ઊભો ઊભે હેમુજીને ધ્વનિ પિકારી રહ્યો હતો, એના રૂદિયામાં ઊડી ગયેલા રામ પાછા આવ્યા હતા.
એ, હેસ આ
રે?? ૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org