________________
દિલ્હી જાય છે, બને તો એને રસ્તામાં જ ભેટી જાઉં.'
આગને અવતાર બનીને આવેલ, પ્રલયને પયંગબર થઈને આવેલ મહારથી હેમુજીએ એક રાત ને એક દિવસ ચુનારગઢમાં નવી નવી વ્યવસ્થા, બંદોબસ્ત ને યોજનાઓમાં ગાળ્યાં. બીજે દિવસે મધરાતે એમની સેના કુચ કરી ગઈ, આકાશના તારલિયાઓમાં જાણે ભળી ગઈ. ક્યારે આવી ને ક્યારે ગઈ, એય ખબર ન પડી.
થોડાક દિવસ વીત્યા હશે કે ચિત્તાની કુનેહથી રસ્તો કાપતા હેમુજીએ એકાએક ઇબ્રાહિમખાનની સેનાને આંતરી લીધી. બંને સેના બેરંભેટા થઈ ગઈ દુશ્મનની બુદ્ધિને વિચાર કરવા પળવાર આપે કે શમશેર ખેંચવા જેટલો સમય આપે, એમાંના હેમુછ નહતા. ભયંકર વરુઓના ટોળાની જેમ એમણે ઇબ્રાહિમખાનને ખૂહથી આંતરી લીધો. યુદ્ધ જામ્યું. ઇબ્રાહિમખાને દિલ્હીની હારની દાઝ કાઢવા માંડી. પણ હેમુછના પ્રચંડ લશ્કર તથા પ્રબળ લશ્કરી કુનેહ આગળ એ ટકી ન શક્યો. ઈબ્રાહિમખાનની સેના ઘાસની જેમ કપાઈ ગઈ. ઈબ્રાહિમખાન મેદાન છોડી નાઠે.
એ ઇબ્રાહિમ જાય. જવા ન દેશે! પકડી લે !” પ્રચંડ અવાજ ગાજી રહ્યો, પણ ઇબ્રાહિમખાન તો નાસતો જ હતો.
મહારાજ, જીવતો પકડાવો અસંભવ !” ને શાદીખાને બંદૂકનું નિશાન લીધું.
“ખામોશી' હેમરાજજીએ શાદીખાનને અટકાવ્યો. “રણમેદાનમાંથી પીઠ બતાવી નાસતા રાજાને ભારેલો અધર્મ છે. હું એનો માર્ગ કાઢું છું ! એમણે વીજળીવેગે પોતાના મોટા ધનુષ્ય પર તીર ચઢાવ્યું ને કાન સુધી પણછ ખેંચી ટંકાર કર્યો. હવાની સાથે અદશ્ય થયેલું તીર ઇબ્રાહિમખાનના પગ ને ઘોડાના પેટને વીધી તીરછી રીતે અંદર પેસી ગયું. તીરનું ફણું વિષ પાયેલું હતું. ઘોડે નીચે પડયો, સાથે સાથે નીચે પડેલ ઇબ્રાહિમખાન પગની
એ, હેમુ આ રે! : ૩૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org