________________
સાંભળનારાએ કમકમી ઊઠ્યા. આટલી ભયંકર સજા ! સુરજ પર ઊંધે માથે લટકતા પહેલવાન સિપાહીઓને જોઈ ભલભલાના મા છૂટી ગયા; જલ્લાદનુ હૈયું પણ થરથરી ઊઠયુ. કેટલા પાકૅપાક મૂકતા હતા, કેટલા સાનભાન ગુમાવી બેઠા હતા. કેાઈ જીવતદાનની માગણી કરતા હતા, કાઈ તાબા પાકારતા હતા અને કાઈ અલ્લાહને યાદ કરતા હતા. પણ આજે ઉપર કે નીચે એમનુ કાઈ નહાતું.
આદિલશાહ તે મહારથી હેમુજી સામે ઊભા ઊભા ખડખડાટ હસતા હતા. એ હાસ્યમાં શત્રુનુ કલેજું તેાડી નાખવાની તાકાત ભરી હતી. તેાફાને ચઢેલા સાગરનાં વિકરાળ મેાાને જલદેવતાની છડી સ્પર્શી જાય, ને જેમ શાંત બની જાય, એમ જોતજોતામાં ચુનારગઢ આખા શાન્ત બની ગયા. ક્રીથી વ્યવસ્થા સ્થપાઈ ગઈ. નવેસર સન્યરચના રચાઈ ગઈ, ને એક વાર સહુ કરી એકલેાહિયા બની ગયા.
·
t
આદિલશાહ, દૂરના દિવસે યાદ આવે છે, ત્યારે આ વજીનુ દિલ માત્રુ બની જાય છે. આ જ સ્થળે, એક વાર સાંઈના વે હું આવેલા—સાયેલા દાસ્તને મદદ કરવા. આજે સાંઈ ને ખલે સેનાપતિ બનીને આવ્યા છું. શું શ્વરના ખેલ છે ! કાણુ જાણે આ રંગભૂમિ પર કઈ કેટલા વેશ કરાવવા ધાર્યાં હશે.' મહારથી હેમુજી ક્ષણવાર મિત્રની યાદમાં વ્યાકુળ બની ગયા. શાહુ નીરખી રહ્યો હતા –વજ્ર જેવા આદમીની અંદર છુપાયેલા દિલને! શું હિ ંમત ! શું દિલાવરી ! અલ્લાહે કૈવા મુજબ મ સરજ્યેા છે!'
શાહ, આવતી કાલે જ હું કૂચ કરીશ. સાંભળ્યુ છે, કે ઇબ્રાહિમખાન પાસેથી સિકંદરખાને દિલ્હી લીધું. સિક ંદરખાન પાસેથી હુમાયુએ લીધું. પશુ મેાગલાના સહુથી છેલ્લા વારા. પહેલાં ધર વાળીઝૂડીને ચોખ્ખું કરી કાઢીએ, સિકદર તેા મેાગલાથી ડરીને પંજાબના ડુંગરાઓમાં જતા રહ્યો છે. ઇબ્રાહિમ ક્રીથી સજજ થઈ ૩૩૪ : એ, હેમુ આવ્યે ૨!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org