________________
મારા બાદશાહ, મા-ભોમમાં શું છે તે લેશે ? જ્યાંથી મરહૂમ બાબરશાહે કંઈ હાંસલ ન કર્યું, ત્યાંથી તમને શું મળશે ? એના કરતાં ઈરાનમાં પધારો! આપના બધા પૂર્વજોને ત્યાંથી શુભ શુકન સાંપડયા છે. વળી એ મારી માતૃભૂમિ છે.”
સારું, ચાલો, બોલનઘાટથી જતાં વચ્ચે કંદહાર આવે છે. મારો ભાઈ અસ્કરી ત્યાં છે. એનેય ભાઈ પર––ભાઈનાં બીબીબચ્ચાં પર–દયા નહીં આવે ?”
પણ સ્વાર્થની રાજરીમાં વળી ભાઈ કે? કંદહારમાંથી ખબર મળી કે અસ્કરી ભાઈને કેદ કરવા ચારે પગે થઈ રહ્યો છે. એક બહાદુર સેવકે મોત સાથે ખેલી બાદશાહને આ ખબર આપ્યા. બાદશાહ બધું મૂકીને નાઠો. પાછળથી બીજા આવી મળ્યા. આવી દોડાદેડીમાં મહામહેનતે હમીદાબાનુ બાદશાહને પહોંચી શકી, પણ એક વર્ષનો બાળક અકબર કાકા અસ્કરીના હાથમાં આવ્યું. કાકાએ એને તેના બીજા કાકા કામરાન પાસે કાબૂલ મોકલી આપે. બાદશાહ મારતે ઘોડે બહેરામખાન સાથે ઈરાનમાં આવ્યો, પણ દુર્દવ સદા સાથે હોય છે. ઈરાનના શાહે માન સન્માન આપ્યું, પણ મુલાકાત ન આપી. હુમાયુ ભેદ જાણી ગયા. એ પોતે સુન્ની હતો, ઈરાનના શાહ શિયા હતા. એક દહાડે ભેદ ખુલ્લે થયે. ઈરાનના શાહે લાકડાને એક ભારો મોકલતાં કહેવરાવ્યું: “જો તમે શિયાપંથ નહીં સ્વીકાર તે આ જ લાકડાં તમારી ચિતા માટે કામ લાગશે.”
નિરૂપાયે બાદશાહે તેનું મન મનાવ્યું.
એક દહાડાની વાત છે. બંને શાહ શિકારે નીકળેલા. શિકાર કરતાં બંને જણે એક સ્થળે આરામ લેવાને ઊતર્યા. સાથેના સરદારે ઈરાનના શાહ માટે આઠ પડવાળે ગાલીચે પાથર્યો, પણ હુમાયુ માટે શું ? તરત સાથે રહેલા મેગલ સરદારે પોતાના ભાથાનો ગલેફ કાપીને હુમાયુ માટે બિછાવી દીધો.
પંદર વર્ષને વનવાસી : ૩૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org