________________
પાસે ગઈ. કોઈ ભક્ત મંદિરનાં દ્વાર જે ભાવથી ઉધાડે એ ભાવથી એણે એ પેટીનું ઢાંકણું ઉઘાડયું. અંદર કાંઈ નહતું. એક ખૂણામાં બહુ જતનથી રાખેલી સેનાની દાબડી હતી, તે બહાર કાઢી. ગાંડી, ઘેલી ચિંતામણિ અત્યારે શાંત ને સ્વસ્થ બની ગઈ હતી; યુવતીમાંથી જાણે પ્રૌઢા બની ગઈ હતી.
હળવે હાથે એણે દાબડી ઉઘાડી. દાબડી ભસ્મથી ભરેલી હતી. મહાકાળની પવિત્ર ભસ્મની જેમ ચિંતામણિએ પોતાની આંગળીથી. થોડી ભસ્મ લઈ તિલક કર્યું. એ કંઈક બોલી રહી. વિયેગી ભક્તની એ વેદનાપુકાર હતી.
પૂજનીય પિતાજી, પૂજનીય માતાજી રત્નાવલી, તમારી ભસ્મ મને સદા મારા કર્તવ્યમાર્ગ પર રાખે ! એક ફૂલ, ફેંકી દેવાયેલું, કચડાયેલું ફૂલ, પોતાની અંદર ઝેરી ભ્રમરને કાતિલ ઠંખ લઈને દેવતાઓની માળાઓમાં પ્રવેણ્યું છે. એની વૈજ્વાલાને જાગ્રત રાખજે! એના પાપી જીવનને માફ કરજે! સમરવી ને શમશેરબહાદુરે, તમારા ક્ષત્રિયે ને શરા સરદારે જ્યારે વેર લેવા નાહિંમત બન્યા, ત્યારે તારી એક કોમળ બાળકી ફૂલના કરંડિયામાં પેસીને વેરની આગ સંતોષી રહી છે. માઁનાં મૂછનાં પાણી ઊતરી ગયાં, ત્યારે ચકલીએ બાજને હંફાવવાનું પણ લીધું છે. ગયા,તને કમોતે મારનાર ગયો; એનો પુત્ર પણ ગયે. બાકીનાઓના ઘાટ હું ઘડી રહી છું. શક્તિ દેજે, સામર્થ દેજે !'
ખંજરની ધાર જેવાં ચિંતામણિનાં નેત્રોમાંથી અશ્રનાં મોતી ટપકી રહ્યાં હતાં. ન જાણે એ ક્યાં સુધી ઘૂંટણીએ પડી રહી, ને કંઈકનું કંઈ બકતી રહી. અચાનક બહારથી કઈ દ્વાર ખખડાવતું જણાયું. ચિંતામણિ ઊભી થઈ. મંજૂષા બંધ કરીને દ્વાર ખોલ્યું. એ ધીરેથી ગણગણતી હતી ?
નાયિકા , ૩૦૫
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org