________________
યુદ્ધદેવતા
૨૫
વાડી ગામના પાદર પર માનવમેદની ઊમટી પડી હતી. શ્રેષ્ઠીવર્ય હેમરાજ આજ લડાઈના મેદાન તરફ કૂચ કરીને જતા હતા. સુપ્રસિદ્ધ ઝવેરીને યોદ્ધાના સ્વાંગમાં જોવાનું જેમને મળ્યું હતું, તેઓ પોતાની જાતને બડભાગી માનતા હતા. ઘરેઘરની બારીઓ, બજારની દુકાનને અગ્ર ભાગ ને ખુલ્લા મેદાને સ્ત્રી, પુરુષ ને બાળકોથી હેકડેઠઠ ભરાયેલાં હતાં.
અફઘાન ઘોડેસવારની એક ટુકડી પાદર પર શ્રેણીરાજના આવી પહોંચવાની રાહમાં વિદાય થવા સજજ થઈને પડી હતી. સવારનો શીળો પ્રકાશ ચોતરફ ફેલાઈ રહ્યો હતો, ને જળ ભરીને આવતી મદભર પનિહારીએના સુવર્ણ ચૂડાઓ પર પ્રભાતી કિરણો પ્રતિબિંબ પામી રહ્યાં હતાં.
શ્રેષ્ઠી હેમરાજ લગભગ તૈયાર થઈ ચૂક્યા હતા. એમણે સુરત સુરવાલ ને જોધપુરી જેડા ઉપર લાંબો કીમતી જામો ચડાવ્યો હતો. એ ઉપર ભેટ બાંધી પાંચ
૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org