________________
કે બીબીબાઈ?' સલીમશાહ આશ્ચર્યાવિત બની ગયો.
“ઓળખી? હા. સલીમશાહની પ્યારી બેગમ બીબીબાઈ! મારક પિતાના સગાભાઈનું કાવતરું ફેડવા આવી છું.”
“યારી, શું સાચું છે ? શું એક બહેન પોતાના ભાઈના માથે ભયંકર તહેમત લઈને આવી છે?”
ન આવે તો શું કરે છે એક ફિરસ્તાએ રચેલ આ સતનતને શું નાશ પામવા દે?”
શાબાશ, મારી! આનું ઇનામ?” મારા ભાઈની જિંદગી...”
“જિંદગી બક્ષવી મુશ્કેલ છે. દરમાં સાપ બેઠે છે, એ જાણ્યા પછી પણ એને દૂધ પાવું? એને રમાડવો?
મારા શાહ, એક બહેન ભાઈને જ્યારે ઉઘાડો પાડવા આવી હશે, ત્યારે દિલમાં કંઈ અરમાન કે ભરોસાને તો લેતી આવી હશે ને ?”
વારુ, પણ પ્યારી બેગમ! કદાચ તું મારામાં ભરોસે રાખતી હઈશ, પણ આજે હું કોનો ભરોસો કરું? યુદ્ધનીતિનિપુણ ખવાસખાન કાલે દિલ્હીને દાટ વાળી નાખશે. પિતાજીએ જમાવેલું રાજ જોતજોતામાં નાશ પામશે, અને અમે ખાનદાન બાપના કુકમ બેટા કહેવાઈશું. અફઘાનો અમારું નામ લેવામાં પાપ સમજશે. આજે રાજ્યને કેમ બચાવવું તેની જ ફિકરમાં છું.”
ખવાસખાનની સામે બીજે ખવાસખાન નામે ! લોઢાને લેઢાથી કાપે !”
બી ખવાસ ખાન આજે તો નથી. પણ હા.સલીમશાહ આકાશના દૂર દૂરના તારા તરફ જોઈ રહ્યો. એને જાણે કંઈ યાદ આવી રહ્યું હતું. થોડી વારે એ બોલ્યાઃ “બીબીબાઈ, ખવાસખાનના
દીવા પાછળનું અંધારું : ૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org