________________
મુબારિઝ પૂરી તાકત સાથે ત્યાં ગયો હતો. સામે શમશેર ચમકી ઊઠી. એક નાનું મારામારીનું છમકલું થઈ જવાની તૈયારીમાં હતું, ત્યાં આદિલખાને વચ્ચે પડી કહ્યું:
- “સબૂર, દોસ્તો, તલતાર મૂકી દે ! તલવારને જે ભરોસો કરવો હોત તો પછી આ તસ્બી હાથમાં ન લેત. અફઘાન સત્તાના અફઘાનની શમશેરોથી મારે ભાગલા નથી થવા દેવા. મારો ભરોસે તરબીમાં છે. આદિલખાને પોતાના પ્રેમી ભક્તોને વચ્ચે પડવાની ના પાડી. આ પહેલાં તો મુબારિઝે તેમને ગિરફતાર કરી લીધા હતા.
સિપાહીઓ, સોનાની બેડી પહેરાવી દો, ને જલદી પાછા ફરે.”
રાજસત્તાને ભૂખે મુબારિઝ આદિલશાહને પકડી, હાથમાં સેનાની બેડીઓ નાખી પાછા ચાલી નીકળ્યો. કુટુંબપ્રેમ ખાતર સર્વસ્વ ન્યોછાવર કરનાર શેરશાહના શૂરા સરદારની આંખ ભીની થઈ ગઈ. દિલ્હીની પ્રજા એ સેનાની બેડીઓ ન જોઈ શકી. એક શાહી ફકીરની આ દુર્દશા!
પણ એ શાહી ફકીરને કોઈ દુઃખદર્દ નહતાં. એણે તે અલ્લાહની મરજી પર જિંદગીની કિસ્તી છોડી દીધી હતી; જેવી એની ઈચ્છા હોય તેમ થાય! સ્વસ્થતાથી, ખુમારીથી, ફકીરને શોભે તેવી અદાથી એ દિહીના રાજમાર્ગો વટાવી, આગ્રાના કારાગારમાં પ્રવેશ્યો. પણ જે શાન્તિ એ રાખી શક્યો એ શાન્તિ સિપેહસાકાર વાવૃદ્ધ ખવાસખાન ન રાખી શક્યો.
એણે બદલે લેવા હાકલ કરી. વેરની છાયા એને ઘેરી બેઠી. લાંબા વખતથી ધૂંધવાઈ રહેલા અગ્નિ જ્વાલા સ્વરૂપે ફાટી નીકળ્યો. એણે સન્યને જમાવ કરવા માંડ્યો. અફઘાન સત્તારૂપી સરિતાનાં પાણી નાના વિભાગોમાં વહેંચાવા લાગ્યાં. અફઘાન એજ્યમાં માનનારા અમીર-ઉમરાવો પણ અંદરખાનેથી પુનઃ સત્તાલોભી બનવા
દીવા પાછળનું અંધારું : ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org