________________
છે.” બિલાડી ધીરે ધીરે પિતાના નહેર બહાર કાઢતી હતી.
અલ્લાહને ગુનેગાર ન બને એટલી જ ચાહના છે.”
“ગુનેગારને પકડીને હાજર કરવાનું મને ફરમાન છે, બંદેનવાજી મુબારિઝખાને બીજું શાહી ફરમાન સામે ધર્યું.
મુબારિઝ, સેનાની બેડી હો કે રૂપાની બેડી, દિલગીર છું કે હું મારો નિર્ણય બદલી શકતો નથી.”
બદલવો પડશે. મોટા શાહ, મારે જબરદસ્તી વાપરવી ન પડે. તેનું ધ્યાન રાખશે.”
જબરદસ્તી?” “હા, ન છૂટકે જબરદસ્તી? આપના પર રાજદ્રોહનું તહેમત છે.”
મારા પર તહેમત ! એક કબૂતર પર બાજને માર્યાનું તહેમત ? મુબારિઝ, અલ્લાહનો ડર હોય તો ચૂપચાપ ચાલ્યો જા ! હું નહીં આવી શકું.”
આવવું જરૂરી છે. ગુનેગારને છૂટ મૂકે ફલેલાફાલેલા બગીચામાં સાંઢને છૂટ મૂકવા બરાબર છે.”
મુબારિઝ, જબાન સંભાળ ! કયામતને વિચાર કર !” સિપાહીઓ, પકડી લે મોટા શાહને ” સિપાહીઓએ આદિલશાહને ઘેરી લીધા. લઈ ચાલે એમને દિલ્હી, મુબારિઝખાને હુકમ કર્યો.
એમ નહીં બને. આદિલસાહના બન્ને હાથમાં બેડીઓ પણ નાખે. ખુદા તો તમારે ઇન્સાફ જોશે, પણ તૈયતને પણ જોઈ લેવા દો!'
“ ખુદા જશે એ પહેલાં તો અમે મોટા શાહ પર હાથ ઉઠાવનારને જોઈ લઈશું.' પાસે બેઠેલા અમીરએ શમશેર ઉઠાવી. ૨૬૬ : દીવા પાછળનું અંધારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org