SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ આગથી વ્યાપ્ત થતા હતા, પણ રમૃત્યુને જીવનની અમૂલખ ક્ષણુ માનનારા રજપૂતા સાવધ હતા, અને દીવાલાની એથે એથે મેરચે આંધીને સામને ચાલુ રાખી રહ્યા હતા. દરવાજ સખત રીતે ભિડાયેલા હતા. મુરજ પર તીરકમાનવાળા સૈનિકો અજબ લેાહીતૃષા સાથે સજ્જ હતા. બાદશાહે જોહની× નમાજ પઢી લીધી, ત્યાં તે દૂર દૂર આકાશમાં ધૂળની ડમરી ચઢતી દેખાઈ. આગ્રાની કુમક આવી રહી હતી. ‘ આગ્રાથી બહાદુરખાન વખતસર આવી પહોંચ્યું. સધળા બળથી એક હલ્લા સખત બનાવેા. આજે દુનિયા આસમાની બુરખા આઢે તે પહેલાં કિલ્લા તાખે થવે! જોઈ એ. શેરશાહના એ નિર્ણય છે. વાહ, મારા બહાદુર સિપાહીએ ! શહેનશાહ તમારી બહાદુરી પર મુસ્તાક છે.' આગ્રા બહાદુરખાન પવનવેગે આવા હતેા. એ જોતજોતામાં આવી પહોંચ્યા. એના સેના જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગઈ. બહાદુરખાન પેાતાના ચુનંદા સિપાહીએ સાથે શહેનશાહની પાસેના મિનારા પર આવ્યે ને હુકમ માગ્યા. શહેનશાહ તા ઇંતેનરીમાં જ હતા. હુકમ અપાયે। તે બહાદુરખાને અલ્લાહના પાક નામ સાથે એક આગિયા ભેખ હાથમાં લઈ જોરથી ફેંકયો. સેનાએ પેાતાના ઉપરીનું અનુકરણ કર્યું. ધમસાણુ યુદ્ધ મચી રહ્યું. બહાદુરખાન તાકી તાકીને આગિયા એબ ફેંકયે જતા હતા. પાસે ઊભેલા રૂપાળા અશ્ર્વાન યુવક વાહવાહના પડકારથી એના વીરત્વને ઉત્તેજી રહ્યો હતેા. અને જેમ પડકારા થતેા તેમ બહાદુરખાનનું બદન પેારસથી ફાટફાટ થતું હતુ. શેરશાહ પણ પેાતાના આ યેદ્દાની કુશળતા પર આફ્રીન પે।કારવા લાગ્યા. કલિંજરના કિલ્લાનું એકએક ધર આગના ભડકાથી ઘેરાઈ ગયુ હતુ.. × ખપેાર પછીની નમાજ. Jain Education International શેર ગયા : ૨૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy