________________
પ્રફુલ્લિત બની જાય.
નીરવ રાત્રિ હતી. ચંદ્ર આકાશમાં ઝગતો હતો. બગીચાના મધ્ય ભાગમાં આવેલ આરસના હેજમાં કમલિની હમણું ખીલી હતી. સોનેરી રૂપેરી માછલીઓ હજીય રમત રમી રહી હતી.
રોશન, આ બદામના ઝાડ પર એક નાની વેલ ચઢી હતી, એ ક્યાં ગઈ?”
બગીચાના માળીએ કાપી નાખી.”
“શા માટે ? એક વેલીને એના દ્વારા વૃક્ષથી અલગ કરવાને મૂખ બાગબાનને શો અધિકાર ?”
બેગમસાહેબા, બાગબાન કહેતો હતો કે ઊગતા ઝાડને વેલી કે વદે વળગે તો એ વધી ન શકે.”
“વેલી વળગે તો...અને મલિકા પાછી આવેશમાં આવતી લાગી. વેલી વળગે તો વૃક્ષ વધી ન શકે ? બાગબાન આ વાત સાચી કહેતો હશે? દુનિયાનાં બધાં વૃક્ષ શું આ માટે વેલીને જુદી કરતાં હશે ? સિતારા, માળીએ દુનિયાનું અદ્ભુત સત્ય કહ્યું : જેને આગળ વધવું હોય એને ઓરત નકામી. રોશન, મારા શેરે એ ખાતર તો મને તજી નહીં હોય ?”
રોશન ચૂપ હતી. સિતારા શે જવાબ આપો એની મૂંઝવણમાં હતી. મલિકા ફરીથી ભાવાવેશમાં આવતી હતી.
વૃક્ષ વેલીને છોડી દે? વેલીને છોડી દેવા સિવાય કોઈ ઉપયોગ નહીં ! ધરતીની છાતી ચીરી, વાલામુખી જેવા હિમ ને તાપ સહન કરનારી વેલીની કંઈ કિંમત નહીં? પણ એનું કારણ છે ! કારણ કે અત્યાર સુધીની વેલીની પાછળ વૃક્ષ ઘેલાં હતાં. અરબ સુંદરી લયલાની પાછળ પાગલ બનનાર કેયાસક્ત હતો; ઈરાનની અત્યંત રૂપવતી
* મજનૂ ઉપનામ છે. એનું મૂળ નામ કેસ-કયાસ હતું. ૨૩૨ : બુલબુલનું રુદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org