________________
શું કહી છે?” અદભુત ! કવિ કહે છે કે એ દેવસુંદરી કેવી છે? સહુ સાંભળો. આકાશના અંતરાળે વિચરનારી, મનોહર રાજહંસીની ચાલે ચાલનારી, મસ્ત કટિપ્રદેશ ને પધરથી શોભાયમાન, ‘પૂર્ણ વિકસિત પ જેવાં નયનોવાળા, “ભરાવદાર સ્તનભારથી લચકાયેલી કમરવાળી,
સુવર્ણમણિની લટકતી કટિમેખલાથી કાંતિમાન, રૂમઝૂમતી ઘૂઘરીઓ, સુંદર તિલક ને વલય વડે વિભૂષિત, “પ્રીતિ કરનારું ને ચતુર જનના મનને હરનારું દર્શન છે એવી, “નેત્ર વિષે કાજળની સુંદર રચનાવાળી, કસ્તૂરી વગેરેની કપોલ સ્થળ પર કરેલી પત્રલેખાવાળી,
એવી એ દેવસુંદરી છે!' પુરુષે પિતાનું સૌદર્યપારાયણ પૂરું કર્યું.
અત્યારે અચાનક દેવસુંદરીની યાદ ક્યાંથી આવી?” દેવસુંદરી પાસે હોય ત્યારે કેની યાદ આવે ?” કોણ હું, દેવસુંદરી ?” નહિ બીજું કોણ?” પુરુષે મુક્ત હાસ્ય કર્યું.
હા, હા, પુરુષાની આ તો પુરાણી ચાલાકી છે. પુરુષ દેવ બનવા માટે સ્ત્રીઓને દેવસુંદરી બનાવે છે. સુંદરી પછી દેવની હોય. રાજની હોય કે સેનાપતિની હાય ! એની બિચારીનું મહાભાગ્ય તે કેટલું ? રાતે આકાશના તારા ગણવાનું, દિવસના પ્રહર ગણવાનું ને વર્ષના અંતે વિરહના મહિના ગાવાનું !” ૨૦૦ : પતિ-પત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org