________________
હિંદના હાકેમ બન્યા ત્યારે દિલ્હીની સલતનત દિલ્હી શહેર અને ગંગા-જમુનાના બે પટ વચ્ચે પૂરી થતી હતી. દિલ્હીની ગાદી નધણિયાતી હતી. રાજખાનદાનના નોતર્યા અફઘાન વંશના અમે રાજા બન્યા. રાજા બનીને રાજ શોભાવ્યું. પણ ગૃહકલેશે અમને નબળા પાડ્યા. અમારા ઘરને અમે જ અમારા સગા હાથે આગ ચાંપી. આ જ પાનીપત, આ જ મેદાન ને અફઘાન કેમ બાબરની મેગલ સેના સામે બાખડી. એક હજાર હાથીનું જૂથ અને એક લાખ લશ્કરનું બળ મારી પાસે હતું, પણ ગૃહકલેશે અમારી જીતની ઇમારતને સુરંગ ચાંપી હતી. બહાદુર અફઘાનને ખુશનસીબ મોગલેએ ન હરાવ્યા, પણ અફઘાન અફઘાનથી જ હણાયા. એ જુવાન, કદાચ આ વાત તું નહીં કબૂલે, પણ એ આફતાબની રોશનીની જેમ સાચી છે. અફઘાન કેમને માથે બેવફાઈના શાપ ઊતરી રહ્યા છે, અને એમ ન હોય તો આજ એ જ દુશ્મનને ત્યાં અફઘાન કોમને એક સપૂત, દુશ્મનનો સિતારો બુલંદ કરવા મથી રહે ખરો?
ફરીથી એક ભયંકર આહ વાતાવરણમાં ગુંજી રહી. થોડે દૂર ચકલીનાં બચ્ચાંના માળાને પીંખતું ઘુવડ હર્ષાવેશમાં ઘેઘૂ કરી ઊઠયું. પાસે જ ઘોરખોદિયું પ્રાણી લડાઈમાં ભરાયેલા કે અનામી સૈનિકના શબને ચૂંથી રહ્યું હતું.
આમીન, આમીન, આમીન ! યા પાક પરવરદિગાર, તારી રહમ હો ! આ હું શું સાંભળી રહ્યો છું ?” જુવાનનો વિશાળ સને પહેળા થયે. એ ભાવાવેશમાં બેલી ઊઠ્યો : “એ આસમાની રૂહ, તું બતાવ કે હું શું કરી શકું?”
“દેત અને દુશ્મનને પિછાણુ! પઠાણ વંશને ફરીથી રાજા બનાવ ! આ પાનીપતેને હારનું નહીં, જીતનું મેદાન બનાવ. તારા હૈયામાં હામ છે, ભુજાઓમાં તાકાત છે, તારા દિમાગમાં ઊંચા ખ્યાલ છે. શેરખાં નામ છે, તો શેરખાં બની બતાવ! શહેનશાહ
૪ : સ્વપ્નદ્રષ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org