________________
છું. મારી રૈયત ખેાટી રીતે હેરાન ન થાય, મારા રાજ્યના કિસા એની જમીન છોડી ન દે તે ખેતી બંધ ન કરે તે માટે આ બાબતમાં તમારા બાદશાહ ખાસ રસ ધરાવે છે. સૈનિકાને પગારને બદલે અપાતુ મહેસૂલ, સેનાનાયકાને પગારને બદલે અપાતી જાગીર -આ તમામ પ્રયાએ રૈયતનું લેાહી ચૂસે જાય છે. મહેસૂલ માટે ન્યાય-અન્યાયનું ધારણ સચવાતું નથી; જોરજુલમ પણ થાય છે. આ માટે દર સાલ જમીનની માપ'ધી કરવામાં આવશે. એના ઉપરથી માલગુજારી નક્કી થશે. સરકાર ચેાથે ભાગ લેશે, છતાં દુષ્કાળ કે ભાન વર્ષે વખતે રાહત પણ અપાશે. મહેસૂલ રેાકડામાં કે ભાગબટાઈ-જિન્સીમાં આપી શકાશે. આ બાબતમાં સીધા સબંધ બાદશાહ સાથે પણ પ્રજા
રાખી શકશે.
· વેપારને ખાસ ઉત્તેજન અપાશે. અફધાન સરહદના ધાટા દ્વારા મુખારા અને સમરકંદ, ખખ અને ખુરાસાન, ખ્વારિઝ, ઈરાન તે હિંદુ એ સહુ વચ્ચે વેપારી વિનિમય વધારવામાં આવશે. દરિયામાર્ગના દરવાજાએ પણ ધીરે ધીરે ઊધડશે. સત્તા વેપારીઓને મદદ કરશે. વેપારીએ સત્તાને મદદ કરે. રાજ્યનાં તમામ જકાતખાતાં આજથી રદ થશે, કેવળ વેચાણ ને સીમાપ્રદેશ પર જ જકાત લેવામાં આવશે. વેપારીઓની આવજાવની સગવડ માટે ચેકીએ, રસ્તા, ધર્મશાળાઓ, વાવકૂવાએ બંધાવવામાં આવશે. બધી ધર્મશાળાઓમાં હિંદુ તેમ જ મુસ્લિમેા માટે ખાવાપીવાની અલગ અલગ વ્યવસ્થા રહેશે. સિક્કાઓમાં પણ ફેરફાર કરીને એક જ સરખું ધેારણ રાખવામાં આવશે. એ ટંકશાળેા મુકરર માપના રૂપિયા ને ચલણી નાણાં બનાવશે, રાજ્યના સધળે સ્થળે ચાલશે. આ રૂપિયાની એક બાજુ વસ્તિકની છાપ તે બીજી બાજુ અમારું નામ રહેશે.*
× એ યાદ રાખવાની જરૂર છે, કે આજના અંગ્રેજ સરકારને રૂપિયા એ શેરશાહી રૂપિયાનુ સાદું અનુકરણ માત્ર છે.
૧૬૬ : રાજા ભાજની યાદ
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org