________________
પૂરેપૂરો ન્યાય ને ઇન્સાફ મળશે. એક બાદશાહની ફરજ-એક રાજાને ધર્મ છે કે સહુ વફાદાર રૈયતને એકસરખી રાખવી. કોઈ મુસલમાન હિં દુને જાનમાલનું નુકસાન કરે, કે કોઈ હિંદુ મુસલમાનને હાનિ પહોંચાડે : બંનેને માટે શેરશાહના શાસનમાં શિક્ષા છે. કોઈ જાતને ધર્મને નામે જુલમ મારા રાજ્યમાં ચાલી શકશે નહિ. કાફિરોની કતલને નામે કોઈ હત્યાકાંડ મારે ત્યાં રચી શકાશે નહીં. કેઈ ઈમામ કે મૌલવી પણ આવી હિંમત ભીડશે, રાજદંડ તેને પણ શિક્ષા કરતાં અચકાશે નહીં. સહુ સહુને ધર્મ શાંતિથી પાળે, જબરદસ્તીથી ઇલામમાં લાવવાની પ્રથા અનિષ્ટ છે, ને તે બંધ કરવામાં આવે છે. હિંદુ તિથિ ને તહેવારો છૂટથી ઊજવાય. હેલી–દિવાળીની ઉજવણી ઇસ્લામી તહેવારના જેવી જ થાય.
“હિંદુઓ બુતપરસ્ત કેમ છે, ઈસ્લામ બુતપરસ્તીને સપ્ત વિરોધી છે. પણ મારી વફાદાર રેયતના દરજજાથી તેઓ તીર્થયાત્રા કરી શકશે, પાલખીમાં બેસી શકશે. એમનાં મંદિર તરફ આંગળી પણ ઊંચી કરવામાં નહિ આવે. મુસલમાન અને હિંદુ બંનેને શાહી ચાકરી બક્ષવામાં આવશે. આ બે પ્રજા શેરશાહની બે આંખ સમાન છે. જકાત એક ચુસ્ત મુરિલમ માટે ફર્જ છે. દાનધર્મ હિંદુઓમાં મોટો છે. આ માટે શાહી ખજાનામાંથી પ્રત્યેક વર્ષે ૧ લાખ ૮૦ હજાર મહેરો ગરીબોને ભેદભાવ વગર વહેંચવામાં આવશે.”
હર્ષની કિકિયારીઓથી દરબાર ગાજી ઊઠ્યો. શેરશાહે પોતાનું . વ્યક્તવ્ય ફરી જારી કર્યું?
“ગાય અને વાઘ એક આરે પાણી પીએ, એ મારા ખ્યાલાત, છે. બખેડા નહિ લૂંટફાટ નહિ, જોરજુલમ નહિ, અત્યાચાર–અનાચાર નહિ. સવાશેર સેનું માથું મૂકીને જતી અપંગ ડેસીને પણ કોઈ લૂંટી ન શકે–લૂંટવાની હિંમત ન કરી શકે એવા બંદોબસ્તને હું હિમાયતી છું. ગુનેગાર–પછી ભલે એ મારો પુત્ર હોય તે પણ ૧૬૪ : રાજા ભેજની યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org