________________
સ્વપનદ્રષ્ટા
૯૩૭ની હિજરી સન ચાલતી હતી. જિલહજને મહિનો હતો. પાનીપતના ખંખ્વાર મેદાન પર શિશિર ઋતુથી એક સંધ્યા, આછી મીઠી ઠંડી સાથે, આથમતી જતી હતી. જમુનારાણીનાં કાળાં ભમ્મર નીર એક વાર સોનેરી આભમાં શોભી ઊઠયાં હતાં.
કોણ જાણે કેટલાય કાળથી પાનીપતના મેદાનમાં આ છેડાને પરિગ્લાવિત કરતી જમુનારાણી વહી રહી હશે? એક વહાલસોયી બહેનીના હેતથી એણે આ લોહીતરસ્યા વીરાનાં પડખાં વર્ષોથી પંપાળે રાખ્યાં હતાં. કાળના વહેણ સાથે ઘસારો પામી આ મેદાનને કિનારે વાંકાચૂંકે થઈ ગયો હતો, પણ એની અમાપ લેહતૃષા કદી બુઝાણું નહતી.
આ વાંકાચૂંકા કિનારાની સહેજ છૂટી પડેલી ભેખડ પર બેસીને એક નવજવાન મગરેબની નમાજ પઢી રહ્યો હતો. એણે મોટો ખુલે નીલા રંગને પાયજામો ને તેવા જ રંગનું ઢીલું કુરતું પહેર્યું હતું. માથા પર જરીકામની પઠાણ પાઘડી હતી; ને ઠંડીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org