________________
હતા, ને દેહ પર ધારણ કરેલી લાંબી કીમતી અચકન ચૂંથાઈ ગઈ હતી. એના શરીર પર નાના એવા થોડા ઘા હતા, ને એથી વધુ દિલમાં રણમેદાન પરથી ભાગી આવ્યાનું દર્દ હતું. એ પાણીમાં તરતાં મડદાંને જોઈ વિહવળ બની જતો, ને વિચારતો :
આહ ઇન્શાલ્લાહ, કેવી ખરાબી ! પિતાજીના વખતના મર્દાનગીના અવતાર સમા આ મારા સિપાહીઓનું કમોત ! ઈજજતની માટી ને કબ્રની શાંતિ પણ એમને નસીબે નહીં ! દગાબાજ શેરખાં! તેં મારી સરસ ચાકરી કરી ! મારા નામના ખુબા ભલા પલ્યા. અરે કાયર, મર્દાનગીના ખેલ ન આવડવ્યા, તે પીઠ પર ઘા ક્યાં ? પણ એ ભવિષ્ય જલદીમાં જ આવવાનું છે કે તારી કરણીનાં ફળ તું ચાખીશ ! હિંદના મેગલેના કાળ ! તારા કૃત્યની સજા નજીકમાં જ છે.”
સૂરજ ક્ષિતિજની બહાર ડોકિયાં કરતો હતો. અસવારે એ તરફ જે ફરી વાર અલ્લાહનું નામ લીધું. અચાનક ઘેડો ડૂબકાં ખાતો જણ, ને જેમ જેમ ડૂબકાં ખાતો ગયો તેમ તેમ પાણી પર રહેવા મથતો હોય તેમ લાગ્યું. બે વાર તો અસવારની સાથે ઠેઠ તળિયે જઈને ઉપર આવ્યા. પણ વફાદાર પ્રાણી તાકાત હારી ચૂકયું હતું. જીવનની શક્તિનું છેલ્લું બુંદ એ ખચી ચૂક્યો હતો. ગંગાના ઊંડા પેટાળમાં એ છેલ્લી વાર ઊતરી ગયો. અસવાર પણ સાથે જ હતો. એ પણ બેત્રણ વાર પાણી પી ચૂક્યો હતો.
ગંગા પાર કરવાનું એક માત્ર સાધન ગયું. થાકેલે હારેલ અસવાર પણ પાણીનાં વમળોમાં ગડથોલાં ખાવા લાગ્યો. હજારોનાં જીવનધારક ગંગાનાં જળ પણ આ બેહાલ પુરુષની લાજ શરમ છેડતાં હોય તેમ લાગ્યું. ઊંડાં જળ ઘૂમરી લેતાં જાણે ડોળા કાઢીને ભરખી જવા ધસી આવતાં હતાં.
બેએક ક્ષણ વધુ ને અસવાર પિતાના અશ્વની ગતિને પામે
૧૪૮ : મધ્યયુગને મહાનુભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org