________________
હતી. વીજળીના વેગે એનો અશ્વ ફરે જતો હતો, પણ એકલાનું શૂરાતન શા કામનું ? આભ ફાટયું ત્યાં થીગડું શું કરી શકે?
“જહાંપનાહ, નાસી છૂટ ! સેના મરઘાંની જેમ ઝબ્ધ થઈ
ચૂકી છે.”
શત્રુને આજે પૂરો કરવો છે. દગાખોર શેરખાં !”
ગરીબ પરવર, અત્યારે શુરાતનથી નહીં, શાણપણથી કામ લે. બાકી બચેલા મૂઠીભર બહાદુર મેગલે ખતમ ન થઈ જાય, ને શત્રુઓ આપને પિછાણું ન લે, તે પહેલાં આપ ગીગા તરી જાઓ! જાન હશે તો જહાન ઘણું છે! દગાખોર શેરખાંના હાથ મજબૂત બન્યા છે, ને હજારો મંગલ સિપાહીઓનાં મડદાં ગંગામાં તરી રહ્યાં છે.'
બિસ્મિલ્લાહ–અલ્લાહ! જેવી તારી મરજી!” ને એ પડછંદ પુરુષે અશ્વને મારી મૂક્યો—જોતજોતામાં ગંગાના પૂરમાં !
એ ગયા–એ ગયા, પ્રભાતનાં ગુલાબી કિરણમાં અદશ્ય થઈ ગયે ! ભયંકર ખાનાખરાબી ! કાબુલ, કંદહાર ને તુર્કરતાનના અજોડ યોદ્ધાઓના કબ્રસ્તાન સમા બનેલા એ રણમેદાનને મૂકીને તે આગળ ને આગળ વધી ગયો.
પાણીનાં પૂરનાં મેજાં પહાડ પહાડ ઊછળતાં હતાં.
૧૪૬: મેગલોને કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org