________________
વિજોગણુ १४
જઠ મહિનાની એક સાંજ નમતી હતી. ઊકળેલી પૃથ્વી ઊના નિસાસા નાખતી હતી, ને આવા જ નિસાસા કાઢતી એક પરમ રૂપવતી સ્ત્રી ઊંચા ઊંચા ગોખ પર તકિયાને અઢેલીને પડી હતી. કેઈ કંજૂસનાં રત્નોને દાબડો અચાનક ઊઘડી જાય ને જેમ રત્નોનું તેજ વેરાઈ રહે એમ એ સ્ત્રીનું રૂ૫ એના અસ્તવ્યસ્ત ઓઢણમાંથી વેરાઈ રહ્યું હતું.
અધૂરી રખાયેલી શેતરંજ સામે અધૂરી જ પડી હતી.
સિતારા, હવે શેતરંજ રમવી મને પસંદ નથી. આ શેતરંજે જ મને હૈયાળી આપી. તને ક્યાંથી ખ્યાલ હોય કે એ બિચારે કહેતો કે હું તો અબૂઝ સિપાહી બચ્ચે, મારી શેતરંજમાં ઓરતને વળી સ્થાન કેવું? પણ મેં જબરદસ્તીથી એની શેતરંજમાં રમત શરૂ કરી. રમત રમવાની હુ જ હેશીલી હતી. અજેય એવો મારે ચુનારગઢ, અજોડ એવો મારો ખજાનોઃ મેં જ ભારે સગે હાથે દાવમાં મૂક્યા. મૂકીને હું હારી–મેં
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org