________________
મીરઝા અસ્કરી તો આખરે પૈસાને પૂજારી છે. એને અત્યારે છંછેડશે નહિ. “જિસકે તમેં લડુ ઉસકે તડમેં હમ' એ ભાવનાવાળો એ છે! મને લાગે છે કે જરૂર પડતાં તેમના બળે એને આપણે બનાવતાં વાર નહિ લાગવાની. આ ચારે ભાઈઓને આપણે સમય વર્તાને સહાય આપ્યા કરવી. લેઢાથી લેઢાને કાપવાનો નિયમ રાખવો. ગુજરાતને બહાદુરશાહ પણ હમણું ઠીક ખીલ્યા છે. એને હિન્દુસ્થાનના રાજસિંહાસનની ચાવી સમાન જેતપુર જીતવાની લાલચ આપી છે. અલબત્ત, આજના હિંદમાં હુમાયુ સારે માણસ છે. એથી વધીને સારો જોદ્ધો છે, પણ શહેનશાહ થવાને ગ્ય નથી. એના દિલમાં બંધુ પ્રેમને સાગર છલકાય છે, જ્યારે ભાઈએના દિલમાં ઈષને અગ્નિ ભભૂકે છે. આપણે તો અગ્નિ અને સાગર બંનેને કામમાં લેવાનાં છે. રાજનીતિમાં એકબીજાને એકબીજાથી બુઝાવવાનાં ને બાળવાનાં હેય. ગલફતની નિદ્રાને વશ થશે નહિ. દુશ્મનની દરેક પળની માહિતી રાખે !'
શેરખાં ઉત્સાહપૂર્વક સાંભળી રહ્યો હતો. કોઈ ઘનઘોર વેરાનમાં ચંદ્રનું બિંબ ઊતરી આવે ને જેમ અંધારઘેર રસ્તો સ્પષ્ટ થઈ જાય, એમ એ મુક્તહૃદયે એની સામે જોઈ રહ્યો.
“ખાનબહાદુર, સાંઈબાબાનો આ મંત્ર! અલખને આ જ માત્ર ભેદ !”
“અહેસાન, સાંઈબાવા, પણ ગજસેના તૈયાર કરવા વહેલા પધારજે ! અને પેલા બરિયા જોદ્ધાઓની કેળવણી તમારે હવાલે.”
સમયનું કામ સમયે થઈ જશે. માઁનાં ઉપાડેલાં કામ અટકતાં નથી. અલ્લાહ, અલ્લાહ કરે!”
ને સાંઈબાવાએ છેલ્લા શબ્દો સાથે ચારે તરફ ઝીણી નજર ફેરવી. આસપાસ કેઈ નહતું.
દુસ્ત શર દુસ્ત ગવદ : ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org