________________
સંધ્યાનો પ્રકાશ ઓસરતો જતો હતો. આકાશમાં અંધકાર લીંપાતો હતો. ગઢના ખાંચા ને ગલીઓ અત્યારથી અંધારાં બની રહ્યાં હતાં.
ખાનસાહેબ, અલખના ભેદ કળવા છે? પાછળ ચાલ્યા આવો.”
શેરખાં પાછળ પાછળ ચાલ્યો. અંધારું થતું આવતું હતું. એક વળાંકમાં આવતાં સાંઈએ કહ્યું : “મારા શાહ, જુઓ અલખના ભેદ ભાખું છું: રૂમખાં ગયે.”
ક્યાં, આગ્રા કે દિલ્હી ?' ના, અલાહના દરબારમાં.” “અલ્લાહના દરબારમાં ? હજી બપોરે તો મને મળ્યો છે.”
એ તારે ને એને છેલ્લો મેળાપ હતો. ટૂંકામાં સાંભળી લેઃ ચુનારગઢની ગાદી પર રૂમખાંએ એક ગુલામની પસંદગી કરી, સરદારે નારાજ થયા. એમણે બંડ જગાવ્યું. તેમણે રૂમખાંનો આખરી ફેંસલો કર્યો. આજે હમણું જ છેલ્લે શરબતનો જામ એ પી ચૂક્યો હશે! અને એ જામ એની જિંદગીને છેલ્લે જામ હશે.”
“સાચું નથી માની શકતો.” “સાચું જ છે.”
ઈન્શાલ્લાહ, મારી તોપ કે તલવારે જે હાંસલ ન કર્યું, એ તમારી એક ચાલાકીએ હાંસલ કર્યું! દોસ્ત, હું તારો શો અહેસાન માનું?” શેરખાં આશ્ચર્યમાં ડૂબી ગયે. થોડી મિનિટ પહેલાં જેનું હૈયું નિરાશામાં ડૂબી ગયું હતું, જેની ઉન્નતિનાં બારે વહાણ નષ્ટભ્રષ્ટ થયેલાં લાગતાં હતાં, એને લાગ્યું કે પોતાનો બેડો પાર થઈ ગયો. એ એકદમ ઉત્સાહી થઈ ગયે.
બંને ચાલતા ચાલતા એક એકાંત સ્થળે આવી પહોંચ્યા.
૧૧૦ : દુસ્ત શર દુસ્ત ગવદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org