________________
દિલ પર કારી ઘા થયા. હવે જીવન જ એમને ભારે લાગ્યું. અરે, પ્રેમની એ પારેવડી ક્યા સુભાગી નર સાથે ક્યા આંબાવાડિયામાં ટહુકતી હશે ? અથવા ઘણે દહાડે જરા સહેલગાહ કરવા ગયેલી, ભૂલી પડેલી, થાકેલી, પ્રેમભરી એ ધીરે ધીરે પાછી ફરતી હશે!
એ આવે, પેલી આવે! વાદળનું હૈયું ચીરીને ટહુકા કરતી એ આવે ! વીજઝબુકતી એ આવે! કેટલાય નર શાહી બુરજ પર પ્રતીક્ષા કરતા બેસી રહ્યા. ન ખાવાની સુધ, ન પીવાની સુધ! એમની તો સેનાની દુનિયા વેરાન બનતી હતી.
ઊંચે ઊંચે જોઈને ડોક દુખવા આવી, પણ પેલી પ્રેમની પારેવડી તો ન આવી તે ન આવી! દૂર દૂર આકાશમાં વાદળના ગોટેગોટ ચઢવા લાગ્યા. એ ગોટા ધીમે ધીમે નજીક આવતા જણાયા. ગાજવીજના ધડાકા પણ સંભળાયા, પણ આ વાદળ ને આ ગાજવીજ તેઓને કંઈક વિચિત્ર ભાસ્યાં. હવા કંઈ ગૂંગળાવે તેવી ગંધ લઈને વહેતી આવવા લાગી.
ક્ષિતિજ ઉપર ઊમટતાં વાદળ હવે તે પાણીનાં નહિ, પણ ધૂળનાં છે; ને ઋતુનાં જન્માવેલાં નહિ, પણ માનવસમૂહના ચાલવાથી જન્મેલાં હતાં, એમ આ ચાલાક કબૂતરેએ નક્કી કર્યું. આ ગાજવીજ વાદળોના ટકરાવાથી જન્મેલી નથી, પણ તેપ ને બંદૂકના ધડાકાથી જન્મેલી છે, એમ પણ નિર્ણય કર્યો.
એકદમ ભયંકર શોરબકોર થઈ રહ્યો. ગઢના દરવાજા મોટે ચિત્કાર કરતા જોરથી બંધ થઈ ગયા. જવાબમાં શસ્ત્રોના ખણખણુટ ને તોપના ધણધણાટ ચાલુ થયા.
પ્રેમના પારેવાં જીવ લઈને નાઠાં. મોટો બુંગીઓ ઢેલ કાયાની છાતીને ધ્રુજાવતો ને વીરોનાં દિલને ઉશ્કેરત વાતાવરણમાં ગાજી રહ્યો. માનવીના દેહને કેાઈ અજગર ભરડો લઈ લે, એમ
૧૦૦ પ્રેમનાં પારેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org