________________
આજની આ મહેબતભરી રાતે એ તવારીખ બહુ જ મીઠી લાગશે,” મલિકાએ પાસે સરકતાં કહ્યું. બંનેએ શરબતને જામ પૂરા કર્યા હતા. લચી પડેલી લતાની જેમ મલિકા શેરશાહના શરીરને વલ્ભી રહી હતી.
અહા, આ શરબતના જેવી જ માઠી એ અમારી પુરાણી તવારીખ છે. પણ સુંદરી, આ શરબતને તૈયાર કરતાં એ બાપડા અનારની કેવી સ્થિતિ થઈ હશે, એને ખ્યાલ આવે છે ? એને ભાઈભાઈથી જુદા થવું પડ્યું હશે, તાપમાં એકલા શેકાવું પડ્યું હશે, ને ચક્કીના પડ વચ્ચે પિસાવું પડ્યું હશે, ત્યારે જ આ આબેહયાત જેવું મીઠું શરબત બન્યું હશે ને ?”
“શાયર થઈ ગયા લાગો છે !” મલિકાએ વચ્ચે હાસ્ય કરતાં કહ્યું.
હતો, મલિકા. એક દહાડો આ તારે શેર શાયર થવાનો શેખીન હતો. શેખ સાદીનો એ પરમ ઉપાસક હતો. પણ એ વાત જુદી છે.
મલિકા, આજના મોગલકુલતિલક બાબરને હિંદમાં નેતરનાર રજપૂત અને અફઘાન બંને! બંનેને મન હિંદુસ્થાન પોતાનો દેશ હતો. બંનેને અહીં આવવા-મરવાનું હતું. બંને હિંદુસ્થાનને પિતાનું સમજતા હતા, પણ તેઓએ ઘરનો ઝઘડો ઘરમાંથી ન પતાવ્યો. એને માટે બહારના માણસોને નોતર્યા. બહાર આવેલ બીજુ શું કરે ? એણે ભાગ પાડવાને બદલે આખે માલ હજમ કર્યો.
“પણ મલિકા, અલ્લાહે ફરીથી અફઘાનોને નવી તક આપી છે. હવે હિંદમાં બે બાબર–શેર નથી; એક જ તારે શેર છે, અને એણે પિતાની સલતનતની આજ શરૂઆત કરી છે.”
મારા શેર ! ચાંદ ચમકે ને સૂરજ રોશની આપે ત્યાં સુધી મારા શેરની સલ્તનત કાયમ રહેશે.” ૮૪ : શેરખાંનું શાહનામું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org