________________
બધા વેશ લેતાં આવડે. એને જૈન સાધુનો વેશ પહેરાવીને મંત્રીરાજ પાસે રજૂ કર્યો. મંત્રીનું તો મોત સુધરી ગયું. દેવ બડા નહિ, પણ આસ્થા બડી છે. પણ આ બંન્ને હવે લીધો વેશ છોડતો નથી.’
સાંભળનારા બધા ખડખડાટ હસી પડ્યા.
‘મુનિરાજ! વ્યાખ્યાન વાંચે ને !' એક ટીખળી માણસે પાસે જઈને ક્યું. ‘ભાઈ ! હું ભણેલો... નથી. હું તો વેશધારી છું.' ભવાયો બોલ્યો. ‘જે વેશને મહામંત્રી જેવાએ વંદન કર્યું, એ વેશ કેટલો બડભાગી ! હવે મારુંદિલ એ વેશ તજવામાં માનતું નથી !'
‘ખરો ભવાયો’ લોકોએ બૂમ પાડી. છોકરાંઓએ કંા નાખ્યા. મુનિ ભિક્ષા માટે નીક્ળ્યા. કોઈ ભિક્ષા આપતું નથી. કોઈ હડધૂત કરે છે. કોઈ બોલાવીને પાત્રમાં એઠવાડ નાખે છે ! મુનિ મોટું મન રાખીને ક્લે છે,
‘આ પણ મારે મન તપ છે. દેખને કષ્ટ આપ્યા વગર, મનને માર્યા વગર ક્લ્યાણ ન થાય.'
બે દિવસ, ચાર દિવસ ગયા. મુનિની મશ્કરી ચાલ્યા કરે છે, પણ મુનિ મન પર લેતા નથી. ઊલટા ક્લે છે,
‘સજ્જનો ! તમારી ગાળ મારે માટે ઘીની નાળ છે.
ધીરે-ધીરે લોકો મુનિની શાંતિ જોઈ ખેંચાયા. તેઓ ક્લેવા લાગ્યા : ‘રે આને તો રંગ લાગી ગયો છે. કંઈ વર્ણથી સાધુ ન થવાય, ગુણથી થવાય.' મુનિનાં માન વધ્યાં.
ઠેરઠેરથી આમંત્રણ આવવા લાગ્યાં. એના પગ પૂજાવા લાગ્યા. પણ વખાણમાં કે નિંદ્યમાં મુનિનું મન શાંત છે. એક ત્રાજવાનાં બે પલ્લાં છે.
એ ક્યે છે : ‘ભાઈ ! જીવન જ્વો તો ઉદ્ય મહેતા જેવું ! જીવ્યું પ્રમાણમર્યું પ્રમાણ. દુનિયામાં ઘણાને મરતાં આવડે છે, વતાં આવડતું નથી. ઘણાને જીવતા આવડે છે, મરતાં આવડતું નથી. મહામંત્રી ઉદયનને જીવતાંય આવડ્યુંમરતાંય આવડ્યું. એમના એક દર્શને તો મારો તો બેડો પાર થઈ ગયો ! ધન્ય મંત્રીરાજ !'
લોકો બોલ્યા,
‘સાચી વાત છે મુનિની. ાથી જીવતો લાખનો, મર્યે સવા લાખનો તે આનું નામ !' ૧૨૨ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org