________________
પછી હાથીના પગે જ પાછળની બધી સેના આવે. પોતાના હાથી અને પોતાની જ સેનાનો કચ્ચરઘાણ !
મહાવત અંકુશ પર અંકુશ ઝીંકે જતો હતો. પણ હાથી ટસથી મસ થતો નહોતો, બલ્ક પૂંછડું દબાવી પાછો વળી જવા માગતો હતો.
રાજાએ તલવાર ખેંચીને મહાવતને કહ્યું, “રે ! તું પણ ફૂટી ગયેલો છે કે
શું ?'
મહાવત બોલ્યો : “ના હજૂર ! ઇષ્ટદેવના સોગન, પણ ત્યાગ ભટ્ટ સિહનાદી પુરુષ છે. એ સિહનાદ કરે છે. હાથી એ સાંભળી પાછો હઠે છે.”
‘સિંહનાદ સાંભળીને પાછો હઠે છે ?' રાજા પળવાર વિચારી રહ્યા, ને તરત પોતાની ભેટ પરનું શેલું છોડી બે ટકા કરતાં ક્વ,
ખોસી દે હાથીના બંને કાનમાં, ને હાથીને આગળ હાંક દે !'
મહાવતે ખેસના કકડા કર્યા અને હાથીના બંને મનમાં કપડાના ડૂચા ઘાલ્યા. અવાજ સંભળાતો બંધ થયો. હાથી આગળ વધ્યો.
નાની એવી સમયસૂચકતાએ લડાઈનો ઘેર હાથમાંથી સરી જતો અટકાવ્યો.
ત્યાગ ભટ્ટ પણ કુમારપાળનું સ્વાગત કરવા આગળ આવ્યો. એ જાણતો હતો – એને ખાતરી હતી કે મહાવત ફોડેલો છે, પોતાની સૂચના મુજબ હથી હાંકશે.
ત્યાગ ભટ્ટ પોતાના પ્રચંડ હાથીની પીઠ પર ખડો થયો. હાથમાં તલવાર લીધી, ને હનુમાન કૂદકો માર્યો, રજા ક્યારપાળના હાથી પર !
એક જ પળ. ઊંચે આકાશમાં દેખાયો. જાણે હનુમાનજીનો નવો અવતાર આવ્યો !
બીજી પળે હાથીના હોદ્દા પર સમજો. ત્રીજી પળે કુમારપાળનું મસ્તક ધડથી જુદું સમજો. ચોથી પળે ત્યાગ ભટ્ટનો જયજયકર સમજો !
પળ-વિપળની વાતો હતી, પણ રાજા કુમારપાળ બચી માટીનો નહોતો. જેવી ત્યાગ ભટ્ટે છલાંગ મારી, કે એણે હાથીને પાછો હટાવ્યો.
ભૂત જાગ્યાં ને ભાગ્યા ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org