________________
થોડી વારમાં, બિલકુલ ચૂપચાપ. લિંગરાજ મુરઘો બની ગયો. એ મુરઘાને ઘસડીને એક ઓરડીમાં પૂરી દિધો.
બીજી પળે, જાણે કંઈ બન્યું નથી તેમ સેના ઊપડી. હથી હંકાયા. ઘોડા ઘેરાયા. લડાઈનું રણશિંગું ગાજી રહ્યું.
રાજતાથી લહ-પંચાનન પર નવો મહાવત હતો. નામ એનું શામળ !
હાથીના હોદા પર મહારાજ કુમારપાળ હતા. એમની ચકેર આંખ ચારે તરફ ફરી રહી હતી.
આજની લડાઈ પારકું કરતાં પોતાનાં સાથે વિશેષ હતી. કુમારપાળ રાજા ન થાય, એમ ચાહનારા બધા એઠા મળ્યા હતા.
એકઠા મળીને જુદ્ધ જમાવ્યું હતું. સાંભરરાજ એ સહુની મદદે હતો.
લડાઈ કટોક્ટીની હતી. આજ કુમારપાળની અને એના સાચા મદદગારોની ક્સોટી હતી. શત્રુ અને મિત્ર આજ ખુલ્લા પડવાના હતા.
લશ્કરમાં કંઈક ક્યાંક બેદિલી હતી. લડાઈ લડાવી જોઈએ, એ રીતે લડાતી જ નહોતી. ”
બ્રેઈ તન-મનથી લડતા હતા. ઈ માત્ર તનથી લડતા હતા, મનથી નહિ.
ઈ લડતા જ નહોતા. લડાઈનો તમાશો જોવા આવ્યા હોય તેમ વર્તતા હતા.
- કુમારપાળ બાહોશ અને બહાદુર યોદ્ધો હતો. જીવનમાં કસોટીઓ અને કટોકટીઓ જોતો આવ્યો હતો.
એણે પોતાની જાતને આગળ કરી.
તથી લહ-પંચાનનને હાંક્યો. પણ હાથી આગળ વધવાને બદલે પાછો પડવા લાગ્યો.
એ હાથી પાછો પડે, એટલે પાછળની હાથી સેના પણ પાછી ફરે. અને
ભૂત જાગ્યાં ને ભાગ્યા ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org