________________
થોડી વારે બંને જ્મા પાછા વળી ગયા.
યુદ્ધનો ખરો દિવસ આવી પહોંચ્યો. આજે સવારે ચ થવાની હતી. રાજાથી ક્લહ-પંચાનન ાતથી સજ્જ હતો. મહુડાનાં પાણી ને અફીણના ક્યૂબા એને પાયાં હતાં.
પાછળના દિવસોમાં શામલ નામનો નવો મહાવત જૂના માવત લિંગરાજની મદદમાં મુકાયો હતો. એ પણ નવા રાજાનો ભયંકર વિરોધી હતો. લિંગરાજને થયું કે એક્થી બે ભલા !
સવાર થવા આવ્યું. ઉષાએ હજુ આકાશનો દરવાજો ઉઘાડ્યો નહોતો.
લિંગરાજ તૈયાર થઈને આવી ગયો હતો. એ એક વાર હાથીશાળાની બાર નીક્ળ્યો. અંદરથી બધે બરાબર છે કે નહિ, તે જોવા માટે નીકળ્યો હતો. એને એક વાતનું અચરજ થયું. જ્યાં ગયો ત્યાં જૂનાં માણસો કોઈ નહોતાં. બધાં નવાં હતાં.
એ આ અંચબામાં પડ્યો હતો, ત્યાં માણસ આવ્યું, એણે હ્યું.
તમને ઉદ્ય મહેતા યાદ કરે છે.'
‘શું છે મહેતાને ? ક્યો કે અત્યારે હવે આવવાનો સમય નથી.' લિંગરાજે જવાબ આપ્યો. આખરે તો એ ઓછા પેટનો હતો.
માણસ જવાબ લઈને પાછો ર્જ્યો. કલિંગરાજ એ માણસની પાછળ ચાલ્યો. પોતાનો જવાબ સાંભળી મંત્રીરાજનું મોં કેવું થાય છે, તે જોવાની એને ખાસ મરજી હતી.
મનમાં વિચારતો હતો,
‘મજા આવશે, યાર ! જોવા જેવું મોં થયું હશે.'
પણ લિંગરાજ મોં જોવાની એ મજા માણે, એ પહેલાં પાછળથી આવીને કોઈએ એના બે હાથ ઝાલ્યા.
પાછું વળીને જોવા જાય, ત્યાં મોંમાં ડૂચો આવ્યો.
બે પગે ફફડાટ કરવા લાગ્યો તો ત્યાંય ઘરડું આવ્યું.
૧૦૬ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal.Use Only
www.jainelibrary.org