________________
છે. આંખોમાં ગરુડની તીક્ષ્ણતા છે. માં પર સિંહનું તેજ છે. જાણે કેઈનો ડાર્યો એ કર્યો નથી. કેઈનો હરાવ્યો હાર્યો નથી. દુખ સામે એ લડ્યો છે ને દિવસો સામે એ લડ્યો છે. આપકર્મી લેઈ યુવક છે.
“આવો કુમારપાળ !” મંત્રીપરિષદમાંથી અવાજ આવ્યો. એ અવાજ ઉદા મહેતાનો હતો.
ઉદા મહેતાએ પરિષદને સંબોધતાં કહ્યું :
“એક વાત આપને યાદ આપું. મહાગુરુ આચાર્ય હેમચંદ્ર ગુજરાતની જીવંત સરસ્વતી છે. ગુજરાતના મહાસંત છે. એમની વાણી છે, કે મહારાજ સિદ્ધરાજ પછી ગુજરાતની ગાદી કુમારપાળ શોભાવશે. માટે તેમની પરીક્ષા જરૂર લેવામાં આવે. સૂચન માત્ર મારું છે, નિર્ણય પરિષદનો છે અને એ સહુએ માથે ચઢાવવાનો છે.”
ખંભાતના સૂબા ઉદા મહેતા આ પ્રસંગે પોતાના લાવલશ્કર સાથે પાટણ આવ્યા હતા.
કન્હડદેવે હ્યું : “કુમારપાળ મારો સાળો છે. હું આ પરિષદમાં હાજર થયો છું. મારી દશ હજારની સેના ગુર્જરીક્વર્તીની સેવામાં છે. આપ કુમારપાળની પરીક્ષા લો.”
મંત્રીપરિષદે કુમારપાળને સિંહાસન પર બેસવા કહ્યું. કુમારપાળ ધરતી ધમધમાવતો સિંહાસન પર ચઢ્યો. ચઢીને એક ગોઠણ નીચે નાખી, એક ગોઠણ ઊભો રાખી વીરાસને બેઠો. મૂછે હાથ દઈ ખોંખારો ખાધો. આખી મંત્રીપરિષદ આ રાજતેજમાં અંજાઈ ગઈ. પરિષદે પૂછ્યું : તમે રાજ કેવી રીતે કરશો ?
ગુજરાત મારી જન્મભૂમિ છે. માની જેમ એની પ્રજાની સેવા કરીશ, દીકરીની જેમ એની ભૂમિને શણગારીશ, પુત્રની જેમ એની રૈયતની રક્ષા કરીશ.” ને આટલું બોલી કુમારપાળે છાતીએ હાથ મૂક્યો. આંખો લાલ કરી,
૧૦૦ છે ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org