SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દેવીની કુક્ષિમાં અવતર્યો. સમય પૂર્ણ થયે માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીએ માતા પ્રભાવતી દેવીએ નીલ કાંતિવાળી, કુંભના લાંછનવાળી અને ઇક્ષ્વાકુ કુળના ભૂષણ સમાન તીર્થંકરરૂપ કન્યાને જન્મ આપ્યો. આ કન્યા ગર્ભમાં હતી ત્યારે માતાને માલ્ય (પુષ્પ)ની શય્યાનો દોહદ થયો હતો. તેથી કુંભ રાજાએ તેનું મલ્લિ એવું નામ પાડ્યું. મલ્લિપ્રભુને આ પૂર્વ ભવના છ મિત્ર રાજાઓને અવધિજ્ઞાન વડે જાણીને જાતિસ્મરણ થયું. હવે જન્મથી સો વર્ષ ગયાં ત્યારે પચાસ ધનુષ ઊંચા શરીરવાળા મલ્લિસ્વામી જયંતી નામની શિબિકા પર આરૂઢ થઈ નગરની બહાર નીકળ્યાં ત્યાં સહસ્રામ્રવન ઉદ્યાનમાં માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીએ અઠ્ઠમ તપવાળા મલ્લિનાથે અત્યંતર પરિવારમાં ત્રણ સો સ્ત્રીઓ સહિત અને બાહ્ય પરિવારમાં ત્રણસો રાજાઓની સાથે પ્રવજ્યા લીધી. તે જ દિવસે અક્રમના સ્પર્શ કરેલા, અશોકવૃક્ષની નીચે રહેલા શ્રી મલ્લિનાથ સ્વામીને દિવસના પૂર્વ ભાગમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે પૂર્વ જન્મના છએ મિત્ર રાજાઓએ પ્રવજ્યા ગ્રહણ કરી. કુંભ રાજા વગેરે પ્રભુના શ્રાવકો થયા. બીજા દિવસે તે જ ઉદ્યાનમાં વિશ્વસેન રાજા પાસેથી મલ્લિનાથ પ્રભુનું પરમાન વડે પારણું થયું. મલ્લિનાથના તીર્થમાં વજ્ર જેવી કાંતિવાળો, ચાર મુખ વાળો, હાથીના વાહનવાળો કુબેર નામનો યક્ષ હતો તથા રાજપટ્ટ જાતિના મણિની જેવી શ્યામ કાંતિવાળી, કમળના આસનવાળી, વૈરોટ્યા નામે શાસનદેવી થઈ. પ્રભુ સંમેત-શિખર પર્વત ગયા. ત્યાં પાંચ સો સાધ્વી અને પાંચ સો સાધુઓ સહિત ફાલ્ગુન માસની શુક્લ દ્વાદશીએ એક માસના અનશનવાળા અને પ્રતિમાએ ઊભા રહેલા શ્રી મલ્લિનાથ પ્રભુ દિવસના પૂર્વ ભાગે મોક્ષપદ પામ્યા. જન્મકલ્યાણક માગશર શુદ-૧૧ મોક્ષકલ્યાણક ફાગણ શુદ-૧૨ ભરૂચમંડન : પદ્માવતીનંદન શ્રી મુનિસુવ્રત સ્વામી-ચરિત્ર ભરતક્ષેત્રમાં મગધ નામના દેશમાં રાજગૃહ નામના નગરમાં સુમિત્ર નામે રાજા હતો. તેને પદ્માવતી નામની રાણી હતી. આ અવસરે સુરશ્રેષ્ઠ રાજાનો જીવ પ્રાણત કલ્પમાંથી ચવીને શ્રાવણમાસની પૂર્ણિમાએ પદ્માવતીજી કુક્ષીમાં અવતર્યા. ત્યાર પછી જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ પદ્માવતીએ શ્યામ વર્ણવાળા Jain Education International ૧ અને કાચબાના લાંછનવાળા વીશમા તીર્થંકર પુત્રને જન્મ આપ્યો. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતા મુનિની જેમ સુવ્રતા (સાત વ્રતવાળી) થઈ હતી. તેથી પિતાએ તેનું મુનિસુવ્રત એવું નામ પાડ્યું. શ્રી મુનિસુવ્રત પ્રભુ અપરાજિતા નામની શિબિકા ઉપર આરૂઢ થઈને નીલગુહા નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં ફાલ્ગુન માસની શુક્લ દ્વાદશીએ એક હજાર રાજાઓની સાથે છઠ્ઠની તપસ્યાવાળા સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે રાજગૃહ નગરમાં બ્રહ્મદત્ત રાજાના ઘેર સ્વામીએ પરમાન્ન વડે પારણું કર્યું. છઠ્ઠ તપવાળા પ્રભુ ફાલ્ગુન માસની કૃષ્ણ દ્વાદશીએ કેવળજ્ઞાન પામ્યા. શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં શ્વેત વર્ણવાળો, વૃષભના વાહન વાળો, આઠ હાથવાળો, ત્રણ નેત્રવાળો અને ચાર મુખવાળો વારુણ નામનો યક્ષ તથા માતુલિંગ સહિત શૂળના ચિહ્નવાળા બે ડાબા હાથને ધારણ કરનારી નરદત્તા નામની શાસનદેવતા થઈ. કેવળજ્ઞાન વડે શોભતા (કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી) મુનિ સુવ્રત સ્વામી સંમેત પર્વત ઉપર જ્યેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ હજાર મુનિઓ સાથે માસના અનશનવાળા ઊભા રહેલા (પ્રતિમાએ રહેલા) મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પ્રભુ મોક્ષપદને પામ્યા. જન્મકલ્યાણક મોક્ષકલ્યાણક સૌજન્ય : શ્રી રતનચંદ જોરાજી એન્ડ કું. કીકાસ્ટ્રીટ, મુંબઈ ગુજરાતી વૈશાખ વદ-૮ વૈશાખ વદ-૯ રાજનગરમંડન : વપ્રાનંદન શ્રી નમિનાથ પ્રભુ-ચરિત્ર જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં મિથિલા નામની નગરી છે. તેમાં વિજય નામે રાજા હતો. તેની વપ્રા નામની પ્રિયા હતી. તે અવસરે તે સિદ્ધાર્થ રાજાનો જીવ અશ્વિન માસની પૂર્ણિમાએ વપ્રાદેવીની કુક્ષીમાં અવતર્યો. સમય પૂર્ણ થયો. વપ્રાદેવીએ કાળા કમળના લાંછનવાળા, સુવર્ણ જેવી કાંતિવાળા અને ઇક્ષ્વાકુ વંશના અલંકારરૂપ એકવીશમા તીર્થંકર પુત્રને શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂંધી હતી. તે વખતે તત્કાળ વપ્રાદેવી પ્રાસાદના શિખર પર ચડ્યાં હતાં. તે દેવીને જોઈને તેના ગર્ભના પ્રભાવથી વેરીઓ વિજય રાજાને નમ્યા હતા. તેથી તેણે (પિતાએ) પ્રભુનું નિમ એવું નામ પાડ્યું. પછી છઠ્ઠનું તપ કરીને અષાઢ માસની કૃષ્ણનવમીએ પ્રભુએ પ્રવજ્યા ગ્રહણ કરી. બીજે દિવસે પ્રભુએ For Private Personal Use Only મારવાડી જેઠ વદ-૮ જેઠ વદ-૯ www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy