SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) જૈન ઇતિહાસને સમૃદ્ધ કરનાર આજનું પટણા, જેની સાથે સ્થૂલિભદ્રજીની કથા સંકળાયેલી છે. ઉમાસ્વાતિવાચક, ભદ્રબાહુ, આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તિ, વજ્ર સ્વામીના પાદવિહાર વડે પવિત્ર બનેલી આ ભૂમિ છે. ચોરાશી જેટલી વાદશાળાઓ અત્રે હતી. વાદીઓ, મંત્રશાસ્ત્રીઓ અને કલાવિદોનું મથક ગણાતું હતું. મિથિલા, નમિરાજાના વૈરાગ્યની દેવતાઓએ જે ભૂમિમાં કસોટી કરી, મહાસતી સીતાજીનો જન્મ થયો. ૧૯મા તીર્થંકર મલ્લિનાથના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન અહીં થયાં. આઠમા ગણધર પણ અત્રેના હતા. આત્માને પરમાનંદની ઉચ્ચભૂમિકા ઉપર લઈ જનારા બિહારમાં ગુણિયાજી, કુંડલપુર, રાજગૃહી વગેરે દર્શનીય સ્થાનો છે. પાવાપુરી, જ્યાં ભગવાન મહાવીરે અગિયાર ગણધરોને પ્રબોધ્યા હતા. દ્વાદશાંગીની રચના ગણધરોએ અહીં જ કરી. ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયનો પણ ભગવાનના શ્રીમુખેથી અહીં જ ઉચ્ચારાયાં હતા. છેલ્લે ભગવાનના દેહને અગ્નિસંસ્કાર અહીંથી જ થયો. કુંડલપુર-સત્તાસંપન્ન ક્રિયાકાંડી બ્રાહ્મણોનો વાસ હતો. ત્રણ બ્રાહ્મણ સંતાનો ઇન્દ્રભૂતિ વગેરે પાછળથી ગણધરોને નામે ઓળખાયા અને પૂજાયા. રાજગૃહી–રાજા શ્રેણિકની રાજધાની, મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો અહીં થયાં. અંતિમ કેવળી જંબૂ સ્વામી, ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર અને સુલસા શ્રાવિકાની જન્મભૂમિ, અભયકુમારની દીક્ષા અહીં જ થઈ. પ્રસન્નચંદ્ર રાજર્ષિને કૈવલ્યની સિદ્ધિ અહીં પ્રાપ્ત થઈ. પ્રભુ મહાવીરનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડ જ્યાં ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા થયાં એ કલ્યાણક ભૂમિથી આગળ વધીએ તો ચંપાપુરી, જ્યાં વાસુપૂજ્યપ્રભુનાં પાંચ કલ્યાણકો થયાં. સુદર્શન શેઠ અહીંના જ હતા. કામદેવ શ્રાવક, કુમારનંદી, સુવર્ણકાર વગેરેની આ જન્મભૂમિ છે. ઇતિહાસમાં પંકાયેલું મુર્શિદાબાદ, એક સમયે ત્યાં વૈભવની છોળો ઊડતી. હજારો શ્રીમંતોની હવેલીઓ ઉપર કોટિધ્વજ વાવટા ફરકતા હતા. જગતશેઠે ત્યાં બંધાવેલાં હીરાપન્ના અને નીલમની પ્રતિમાઓ શોભતી હતી. ગિરિડીહ, ૠજુબાલિકા, મધુવન થઈ સમેતશિખરજીના પહાડ તરફ નજર કરીએ. વીસ તીર્થંકરો અને કંઈક મુનિવરો જ્યાં મુક્તિપદને પામ્યા છે. છેલ્લા પાર્શ્વનાથ ભગવાન અને તેમનો શિષ્યવૃંદ અહીં જ નિર્માણ પામેલ છે. મધ્યપ્રદેશના દેવગઢનો સંપૂર્ણ પહાડ જાણે જૈનમૂર્તિઓનો બનેલો છે. ગ્વાલિયર પાસે સોનાગિરિ પર્વત પર વિશાળ ૭૮ શિખરબંધ મંદિરો ઉલ્લેખનીય છે. ખજૂરાહોનાં જૈનમંદિરો પણ પ્રાચીનતા અને શૈલીની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. દક્ષિણમાં શ્રમણબેલગોડા, થલગિર, રામતીર્થ, હળેબીડ વગેરેનાં જિનમંદિરો પ્રખ્યાત, પુણ્યપાવક તીર્થધામો છે. આમ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સમગ્ર ભારતમાં તીર્થંકરોની અને સાધુ-સાધ્વીઓની વિહારભૂમિને લીધે સ્થાપિત આ મંદિરો આરાધ્ય દૃષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ તથા કલાની દૃષ્ટિએ દર્શનીય વંદનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy