________________
[૮] | શ્રીજિન પ્રવચનની સેવા અને પ્રભાવના છે
| હરિગીત છંદ હે જીવ! પ્રવચન નાથનું જે ધર્મને વિકસાવતું, વળી પાપને દૂર કરે ઉન્માર્ગને જ ઉખેડતું; ટાળે જ ગુણીના ટ્રેષને અન્યાયને ઉચોદતું, મિશ્યામતિ દૂર કરે વૈરાગ્યને વિસ્તારતું. ૧ પોષણ કરે કરૂણાતણું વળી લોભને દૂર કરે, જે પુણ્ય કેરો ઉદય પૂરો તોજ સેવા તસ મળે; પ્રભુ પાસ તું એ માગજે હું યાચું જિનમત રાગને, મુક્તિ જતાં વચમાં ન ભૂલજે વિશદ વાચક વચનને. ૨ બોધની ઉંડાશ જેમાં સુપદ રચના જલ ભરે, સુંદર કૃપા લહરી ઘણું ભેગી મળીને વિસ્તરે વેલ ચૂલા રૂપ જ્યાં ગુરૂગમ મણિથી જે ભર્યો, પાર જસ દૂર તે જિનાગમ જલધિ પુણ્ય પામિ. ૩ નિર્વાણ માગે યાન જેવું વાદિમદ સંહારતું, પંડિતેને શરણ પ્રવચન પાપપુંજ વિણસતું; હે જીવ! પ્રતિદિન હાથ જોડી મગિજે પ્રભુની કને, મલજે ભવોભવ તાસ સેવા જેહ આપે મુક્તિને. ૪ પ્રભુ મુખ થકી નીકળેલ ગણિકૃત દ્વાદશાંગી વિશાલ એ, ચિત્ર બહુ અર્થે ભરી ધારેલ પંડિત સાધુએ; મુક્તિપુરીના દ્વાર જેવી વ્રત ચરણને આપતી, સર્વ તવ પ્રકાશવાને દીપ જેવી દીસતી. ૫
-વિજયપધસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org