________________
શ્રી જૈન પ્રવચન કિરણીવલી (શ્રી અનુયોગદ્વાર સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૪૯
શ્રી અનુયાગદ્વાર સૂત્રને ટુંક પરિચય અહીં શરૂઆતમાં શ્રી મહાવીર દેવને અને શ્રી ગૌતમસ્વામી વગેરે ધર્માચાર્યોને, તથા શ્રુતદેવતાને નમસ્કાર કરીને અનુક્રમે આવશ્યક, શ્રત, અને સ્કંધ શબ્દના નિક્ષેપાની બીના અને પાંચ જ્ઞાનના વર્ણનવાળી લધુ નંદીનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન રૂપ ચાર જ્ઞાનના ઉદ્દેશ, સમુદ્દેશ ને અનુજ્ઞા કરાવાતા નથી, પણ શ્રુતજ્ઞાનના જ તે ત્રણ ઉદ્દેશાદિ કરાવાય છે. આ પ્રસંગે ટીકાકારે ઉદ્દેશાદિનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ગુરુ શિષ્યને જે શરૂઆતમાં સુત્રને અને અર્થને ભણવે એટલે “હે શિષ્ય! તું હવે આ સૂત્રનું અધ્યયન (અભ્યાસ) કર ” આવું જે ગુરુવચન તે ઉદ્દેશ કહેવાય. અને “હે શિષ્ય! તે ભણેલા સૂત્રના અર્થને સ્થિર પરિચિત (ભુલાય નહીં તેવા) કર ” આવું જે ગુરુવચન, તે સમુદેશ કહેવાય. તથા “હે શિષ્ય! બીજા સાધુઓને તે સ્થિર પરિચિત કરેલા સૂત્રનો અર્થ ભણાવજે આવું જે ગુરુનું વચન (કહેવું), તે અનુજ્ઞા કહેવાય. અને આ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અંગપ્રવિષ્ટ સૂત્રોનાં ને અનંગ્રપ્રવિષ્ટ સૂત્રોનાં કરાવાય છે. એમ પણ કહી શકાય કે કાલિક સૂત્રોના ને ઉત્કાલિક સૂત્રોના અથવા આવશ્યક સૂત્રના ને આવશ્યક સૂત્રથી ભિન્ન સૂત્રોના
ગોદ્વહન કાલે કરાવાય છે. આ પ્રસંગે ટીકાકારે શ્રી આચાર્ય ભગવંતના ગુણાની અને નિક્ષેપાની પર્યાયવાચક શબ્દો વગેરે જણાવવાપૂર્વક વ્યાખ્યા તથા પર્ષદાના ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી આવશ્યક સૂત્ર અંગરૂપ નથી, પણ શ્રુતસ્કંધ રૂ૫ અને ૬ અધ્યયનના સમુદાયરૂપ છે, એમ કહીને ક્રમસર આવશ્યક, શ્રત, સ્કંધ અને અધ્યયનના નિક્ષેપાઓની બીના જણાવતાં કહ્યું છે કે જ્યાં વધારે નિક્ષેપાનો સંભવ ન હોય, ત્યાં પણ (તે પદાર્થમાં પણ) નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ રૂપ ચાર નિક્ષેપાએની બીન જરૂર જણાવીને તે વિવક્ષિત પદાર્થનું યથાર્થ સ્વરૂપ જણાવવું જોઈએ, આ રીતે નામાદિ ૪ નિક્ષેપાનો નિયમ જણાવીને નામાવશ્યક, સ્થાપનાવશ્યક, દ્વવ્યાવશ્યક, ને ભાવાવશ્યકનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. આ પ્રસંગે નામનું લક્ષણ કહેવાપૂર્વક જણાવ્યું છે કે જીવાદિમાંના કેઈનું આવશ્યક આવું નામ પાડીએ. તે નામાવશ્યક કહેવાય. કાબ કર્મ (કાષ્ઠ) વગેરેમાં સભાવરૂપે કે અસદ્દભાવરૂપે દેહધારી સંસારી જીવની જે સ્થાપના કરવી તે સ્થાપના જીવ કહેવાય. દેહ વિનાને જીવ અરૂપી છે, તેથી તેની સ્થાપના થઈ શકે નહીં માટે દેહધારી આવશ્યકક્રિયાને કરનાર જીવને સ્થાપના જીવ તરીકે જણાવ્યો છે. આ પ્રસંગે સ્થાપનાનું લક્ષણ અને નામમાં તથા સ્થાપનામાં ભેદ (જુદાશ: ફરક) જણાવ્યું છે. પછી અનુક્રમે “ આગમથી ? અને નો આગથથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ જણાવતાં દ્રવ્ય શબ્દનું લક્ષણ સમજાવ્યું છે. અને શિક્ષિત (શીખેલું આવશ્યક) વગેરે ગુણાવાલા દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ વિદ્યાધરનું દષ્ટાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org