________________
શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી નંદીસૂત્રને સંક્ષિપ્ત પરિચય)
१४७ જ્ઞાનગુણ-પ્રમાણનું સ્વરૂપ જણાવતાં પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કહીને આગમ પ્રમાણુની બીના કહી છે. તેમાં સૂત્રની ને અર્થની અપેક્ષાએ આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમની હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે. ર૧૭. ગણના (સંખ્યા)ની હકીકત જણાવતાં સંખ્યાતાનું, અસંખ્યાતાનું ને અનંતાનું સ્વરૂપ, તથા વક્તવ્યતાનું સ્વરૂપ તેમજ, અર્થાધિકારનું વર્ણન વગેરે બીના વિસ્તારથી કહીને ઉપક્રમનું વર્ણન પૂરું કર્યું છે. ૨૧૮. પછી નિક્ષેપના વર્ણનમાં (૧) ઘનિષ્પન્ન નિક્ષેપ, (૨) નામ નિષ્પન્ન નિક્ષેપ, (૩) સુત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ, આ ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી કહીને અનુયોગના અનુગમ નામના ત્રીજા ભેદના બે ભેદોનું સ્વરૂપ, અને આવશ્યક સૂત્રમાં કહેલા ઉદ્દેશદ્વાર વગેરે ર૬ દ્વારેનું સ્વરૂપ પણ જણાવ્યું છે. ૨૧૯ તથા ઉપક્રમના છેલ્લા ભેદ રૂપ નયના વર્ણનમાં તેના ૭ ભેદ વગેરેનું સ્વરૂપ જણાવીને કહ્યું છે કે આ સાતે નયનો જ્ઞાનનય અને ક્રિયાનયમાં સમાવેશ (અંતર્ભાવ) થાય છે, એ યાદ રાખવું જોઈએ. ર૨૦. જેમ રથ બે પૈડાંથી ચાલે છે, તેમ શ્રીજીનેન્દ્ર શાસનના રસિક ભવ્ય જીવો નિમલ જ્ઞાનની અને ક્રિયાની સાત્વિકી આરાધના પરમ ઉલ્લાસથી કરીને જરૂર મુક્તિના અવ્યાબાધ સુખને પામે છે. અહીં સમ્યગ જ્ઞાનમાં સમ્યગ્દર્શનનો સમાવેશ કરીને કહ્યું છે કે “જ્ઞાન ક્રિયાથી મોક્ષ મળે છે. રર. તમામ સૂત્રોના અર્થો ગુરુમહારાજની બુદ્ધિને આધીન છે. એટલે સ્ત્રાર્થની દોરી શ્રીઆચાર્ય ભગવંત વગેરે પરમ ગીતાર્થ મહાપુરુષોના હાથમાં રહી છે. કારણ કે તેઓ જ સૂત્રના યથાર્થ રહસ્યને જાણે છે, અને ઉપદેશે છે. (તેનો ઉપદેશ કરે છે) માટે તે સૂત્રાર્થો શ્રેષ્ઠ ગુરુ મહારાજના વિનય વગેરે સાચવીને અને યોગાદ્વહનાદિ વિધિને કરીને જ મેળવી (પામી) શકાય છે. એમ સમજીને હે મુનિવરે ! તમે તે રીતે આ શ્રી અનુગદ્વાર વગેરે તમામ સૂત્રોને ભણીને શ્રીગુરુ મહારાજની પ્રસન્નતાથી યથાર્થ બેધ પામીને તમારું ને બીજા ભવ્ય જીવોનું (ચતુર્વિધ સંઘનું) કલ્યાણ કરજે. રરર
શ્રી અનુગદ્વાર સૂત્રનો સંક્ષિપ્ત સાર શ્રી આચારાંગાદિ સુત્રોની સાથે બહુ જ નજીકપણે સંબંધ રાખનારી નિયુક્તિઓ છે, શ્રીચૌદ પૂર્વ મહામાએ જ તે નિયુક્તિઓની રચના કરે છે. તેમાં હાલ જે શ્રી આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન સૂત્ર. દશવૈકાલિક સૂત્ર, આવશ્યક સૂત્ર. વ્યવહાર સત્ર ને બ્રહક૯૫ સૂત્રની નિયુક્તિ મળી શકે છે, તે ૭ નિર્યુક્તિઓની સાથે શ્રી. સુર્યપ્રજ્ઞત, દશાશ્રુતસ્કંધ અને ઋષિભાષિત સૂત્રની નિયુક્તિઓને ગણતાં ૧૦ નિયુંતિઓની રચના કરનારા ચૌદ પૂર્વી શ્રીભદ્રબાહસ્વામી મહારાજ છે. શ્રી દશવૈકાલિક સવના ને શ્રીઉત્તરાર્થયનસૂત્રના નિયુક્તિ, ભાષચૂણિઅને ટીકાઓમાંનાં કેટલાંક
Jain Education International
For Priváte & Personal Use Only
www.jainelibrary.org